વડોદરા: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પતિનો સાળા અને પત્ની સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જેથી પરિણામે રોષે ભરાયેલા પતિએ પત્નીના માથામાં ધારિયાના બે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઉપરાંત ખુબજ ગુસ્સામાં આવીને પતિએ પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે ઘરમાં હાજર દાદીએ બાળકને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના અંગે શિનોર પોલીસે હત્યારા ગુના સામે પતિની ઘરપકડ કરી લીધી છે.
છ વર્ષ પહેલા જ લવ મેરેજ થયા: મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામના ટેકરાવાળા ફળિયામાં જસ્મિન શંકરભાઈ પાટણ વાડિયા પત્ની સીમાબેન, બે બાળક અને માતા ચંપાબેન સાથે રહેતો હતો. અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છ વર્ષ પહેલા જ તેમના લવ મેરેજ થયા હતા.
જીવતી રહેવા નહીં દઉં: તારીખ 19 મેં ના રોજ જસ્મિન પોતાની પત્ની તેમજ બે બાળકો સાથે ભરૂચ જિલ્લાના વગુસના ગામમાં સાસરીમાં ગયો હતો. જ્યાં જસ્મિનનો તેના સાળા મિતેશ પાટણવાડિયા અને પત્ની સીમાં સાથે કોઈક સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. તે દરમિયાન જસ્મિને તેના સાળા સામે પત્નીને ધમકી આપતા કહ્યું હતું કે, "તને હવે જીવતી રહેવા નહીં દઉં, તને મારી નાખીશ." જોકે થોડા સમય બાદ માહોલ શાંત થઇ ગયો હતો. પરંતુ જસ્મિનને આ ઝઘડાને મનમાં પર લઈ લીધી હતી. જેથી આગળ બીજા દિવસે આ સામાન્ય ઝઘડોએ હત્યાનું સ્વરૂપ લીધું હતું.
ધારિયું જોતાં બાળક હેનિલ ગભરાઈ ગયો: સાળા અને પત્ની સાથેના આ ઝઘડા બાદ જસ્મિન પત્ની અને બાળકો લઈને પરત પોતાના ગામ દિવેર આવી ગયો હતો. બીજા દિવસે તારીખ 20 મેં ના રોજ સાંજના સમયે જસ્મિનની પત્ની સીમા વાડામાં પાણી ભરી રહી હતી, તેની માતા ચંપાબેન અને પૌત્ર હેનિલ શાકભાજી કાપી રહ્યાં હતાં. એ સમયે જસ્મિન અચાનક ધારિયું લઈને વાડામાં આવ્યો હતો. જસ્મિનના હાથમાં ધારિયું જોઈ પત્ની સીમાં અને તેનાં સાસુ ચંપાબેન ચોંકી ઊઠ્યાં હતાં, અને બાળક હેનિલ પિતાના હાથમાં ધારિયુ જોઈ ગભરાઈ ગયો હતો.
જીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી: આ સંપૂર્ણ ઘટનાની જાણ સીમાબેનના ભાઈ શંકરભાઈ પાટણવાડિયાને થતા તેને શિનોર પોલીસ સ્ટેશનમાં તેના જીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જસ્મિન મિતેશ પાટણવાડિયાની ધરપકડ કરવામાં આવી હતી. અને શિનોર પોલીસ હત્યાના આ કેસની આગળની કાર્યવાહી કરશે.