લખનૌઃ ઈટાવામાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કાર અને સ્લીપર બસ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. જેના કારણે કાર એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 45 જેટલાં લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ચીસોના કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોની મદદથી પોલીસે ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલ્યા હતાં.
શનિવારે મધ્યરાત્રિએ ઇટાવાના આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક કારની સ્લીપર બસ સાથે ભયાનક અથડામણ થઈ હતી. કાર એક્સપ્રેસ વે પરથી નીચે પડી હતી જ્યારે સ્લીપર બસને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર 3 અને બસમાં સવાર 3 સહિત કુલ 6 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં બંને વાહનોના કુલ 45 લોકો ઘાયલ થયા હતા.
જ્યારે ચીસો સંભળાઈ ત્યારે પસાર થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને વાહનોમાંથી બહાર કાઢ્યા અને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલ્યા. ઇટાવાના એસએસપી સંજય કુમારે જણાવ્યું કે અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં થયો તે હજુ સ્પષ્ટ નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયાનું જણાવ્યું હતું.