ETV Bharat / state

કપરાડા તાલુકામાં બપોર બાદ માવઠાનો બીજો રાઉન્ડ, ચક્રવાતી પવન સાથે કરા પડ્યા - Valsad unseasonal rains - VALSAD UNSEASONAL RAINS

વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલ સુથારપાડા, હુડા સહિતના ગામોમાં ચક્રવાતી પવન સાથે કરા પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. સવારે એક કલાક વરસાદ વરસ્યા બાદ બપોર પછી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો.

કપરાડા તાલુકામાં માવઠાનો બીજો રાઉન્ડ
કપરાડા તાલુકામાં માવઠાનો બીજો રાઉન્ડ (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 6:13 PM IST

Updated : May 13, 2024, 6:51 PM IST

કપરાડા તાલુકામાં બપોર બાદ માવઠાનો બીજો રાઉન્ડ (ETV Bharat Desk)

વલસાડ : કપરાડા વિસ્તારમાં સવારે એક કલાક ભારે પવન સાથે માવઠું થયું હતું. બપોર બાદ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. કપરાડાના વિવિધ ગામોમાં અચાનક તૂટી પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સાથે ચક્રવાતી પવન ફૂંકાતા અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા છે.

બપોર બાદ માવઠાનો બીજો રાઉન્ડ : કપરાડા તાલુકાના સુથારપાડા, હુડા, વિરક્ષેત, નારવડ સહિતના ગામોમાં ચક્રવાતી પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. સાથે જ કેટલીક જગ્યાએ કરા પડવાના બનાવ પણ સામે આવ્યા છે. અનેક લોકોએ આ ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરી છે. સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

લખોટી આકારના કરા પડ્યા : વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના વિવિધ ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. સાથે જ ઝડપી પવન ફૂંકાતા અનેક ક્ષેત્રમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. ઉપરાંત લખોટીના આકાર જેટલા મોટા કરા પડતા અનેક સિમેન્ટના પતરા પર જોરદાર અવાજ સાથે સતત વરસાદ પડ્યો હતો.

ત્રણ દિવસ વરસાદની આગાહી : કપરાડા તાલુકાની બોર્ડરના ગામોમાં સતત એક કલાકથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાથે જ હજુ 3 દિવસ સુધી વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદને લઈને સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. જોકે વરસાદ થતાં અનેક સ્થળે ઠંડક પ્રસરી ગઈ હતી.

  1. ભાવનગરના સિહોર પંથકમાં કરા પડ્યા, જિલ્લાના વાતાવરણમાં પલટો - Unseasonal Rain
  2. વલસાડના કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો, આશ્રમશાળાનો શેડ ઉડ્યો

Last Updated : May 13, 2024, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.