ETV Bharat / state

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : દાંતામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જાણો 52 તાલુકાઓની સ્થિતિ - Gujarat weather update - GUJARAT WEATHER UPDATE

સમગ્ર રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. જૂન અને જુલાઈ મહિનામાં આજ સુધીમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં નોંધાયો છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 3:15 PM IST

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે 5 જુલાઇના રોજ સવારે 6.00 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના ૫૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

દાંતામાં સૌથી વધુ વરસાદ : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સૌથી વધુ 202 mm એટલે કે 8.08 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જ્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 84 mm એટલે કે 3.36 ઇંચ વરસાદ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 71 mm એટલે કે 2.84 ઇંચ વરસાદ, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 67 mm એટલે કે 2.68 ઇંચ વરસાદ, મહીસાગર જિલ્લાના ખાનપુરમાં 57 mm એટલે કે 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : આ ઉપરાંત કઠલાલ અને ગળતેશ્વર તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પાલનપુર, કુકરમુંડા, કપરાડા, ઠાસરા, ઉમરપાડા, અને નાંદોદ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઝગડીયા, સુરત સીટી, ઉમરગામ, ખેડબ્રહ્મા, હાલોલ, સતલાસણા, સિંગવાડ, સિદ્ધપુર, બાલાસિનોર, નસવાડી તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર : વડગામ તાલુકામાં 100 mm એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વર, ગરુડેશ્વર, સાગબારા, વડાલી, ડેડીયાપાડા, સંજેલી, માલપુર, કામરેજ, ડાંગ-આહવા,, ઓલપાડ, વઘઈ, માંડવી, મહુધા, લુણાવાડા, કવાંટ, વિજયનગર, પારડી, અમદાવાદ સીટી, ખેરાલુ, સોનગઢ, વડનગર, ફતેહપુરા, ધરમપુર, કપડવંજ, ખેરગામ, વાંસદા, વાઘોડિયા અને માણસામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ડેડીયાપાડામાં સૌથી ઓછો વરસાદ : અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 5 જુલાઈના રોજ સવારે 6.00 થી 10.00 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના ખેરગામમાં 74 mm એટલે કે 2.96 ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 56 mm એટલે કે 2.24 ઇંચ, નવસારી જિલ્લાના વાંસદામાં 51 mm એટલે કે 2.04 ઇંચ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 48 mm એટલે કે 1.92 ઇંચ, કામરેજ તાલુકામાં 47 mm એટલે કે 1.88 ઇંચ અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં 32 mm એટલે કે 1.28 ઇંચ વરસાદ વરસ્યો છે.

  1. મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, જૂનાગઢના વંથલીમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ
  2. હવામાન વિભાગે આપેલ ઓરેન્જ એલર્ટ યથાવત, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.