ભાવનગર: જિલ્લાનું પાલીતાણા જૈન તીર્થ મહાનગરીમાં હાલ પર્યુષણના સમયને પગલે અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે દેશના કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલ પાલીતાણાના સાનિધ્યમાં આવી પહોંચ્યા હતા. સિદ્ધત્વ સ્પર્શના ઉત્સવમાં ભાગ લેવા માટે કાયદા અને ન્યાય મંત્રીએ હાજરી આપી હતી.
એરપોર્ટ પર પહોંચ્યા બાદ રોડ મારફત પાલીતાણા પોહચ્યા: દેશના કેન્દ્રીય કક્ષાના કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રોડ મારફતે કારમાં બેસીને જૈન તીર્થનગરી પાલીતાણા પહોંચ્યા હતા. જ્યાં અંકિબાઈ ઘમંડીરામજી જૈન ધર્મશાળામાં ગોવાણી પરિવાર દ્વારા આયોજિત સિદ્ધત્વ સ્પર્શના ઉત્સવમાં અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. આ દરમિયાન અનેક મહારાજ સાહેબોની ઉપસ્થિતિમાં અર્જુનરામ મેઘવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તિલક કરી ફુલહાર બાદ સ્વાગત કરાયું: હાલમાં પર્યુષણનો સમય ચાલી રહયો છે ત્યારે જૈન ધર્મમાં ધાર્મિક કાર્યક્રમો થતા રહેતા હોય છે. ત્યારે હાલમાં સિદ્ધત્વ સ્પર્શના ઉત્સવમાં આવેલા કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલનું તિલક કરીને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ નિમિતે આરાધકોની આરાધના પણ ચાલતી હોય છે. મંત્રીજી સાથે આ સમયે મહારાજ સાહેબે હાજરી આપી મંત્રીજી સાથે વાર્તાલાપ કર્યો હતો. જો કે જાહેર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીની હાજરીથી રાજકીય હલચલ જરૂર જોવા મળી હતી.
આ પણ વાંચો: