અમદાવાદ: લોકસભા ચૂંટણીના બિંગુલ ફુંકાઈ ચૂક્યા છે. દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે તેઓએ અમદાવાદમાં મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધન કર્યું હતું.
29 વર્ષ પહેલાં ભૂપેન્દ્રભાઈ કાઉન્સિલર હતા, હું ત્યારે ધારાસભ્યની પ્રથમ ચૂંટણી લડ્યો હતો. આ જ હનુમાન મંદિર દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કયો હતો. Bjp પ્રથમ પાર્ટી છે જેણે પડદા બાંધનારને ગૃહમંત્રી બનાવ્યા. 60 કરોડ લોકોના જીવનમાં ઉજાશ પાથર્યો. 370 કલમ સમાપ્ત કરી, આતંકવાદીને ઘરમાં ઘૂસીને માર્યા. દેશની જનતાએ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું, PM મોદી ન માત્ર ભારતના પરંતુ વિશ્વના પણ લોકપ્રિય નેતા છે. આખો દેશ કહે છે અબકી બાર 400 પાર. - અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન
અમદાવાદથી અમિત શાહની હાકલ: ઉપરાંત તેમણે જણાવ્યું કે મોદીના નેતુત્વમાં દેશ સુરક્ષિત બન્યો છે. 15 ઓગષ્ટ 2047 માં દેશ પ્રથમ ક્રમે હશે. લોકસભાની ચૂંટણી માત્ર સાંસદ બનાવાની નથી, દરેક મતદારોને મતપેટી સુધી લાવવાના છે. આપણા બુથનો કોઈ મતદાર નહિ ન જાય તેવી રીતે પ્રચાર કરો. આ સાથે જ તેમણે કાર્યક્રરોને ભાજપનો નહિ પરંતુ ભારતનો પ્રચાર બને તેવી કામગીરી કરવા હાકલ કરી હતી.
અમિત શાહ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક કરશે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો તથા ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે અમિત શાહને માહિતી આપવામાં આવશે.