અમદાવાદના બોડકદેવ સ્થિત પંડીત દીનદયાલ હોલમાં CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં 188 લોકોને CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારતનું વિભીજન ધર્મના આધારે થયું, ભાગલા સમયે હિન્દૂ, જૈન, બૌદ્ધ, શીખ રસ્તા પર આવ્યા હતા, ભાગલા સમયે શરણાર્થીને કરેલો વાયદો કોંગ્રેસ ભૂલી ગઈ છે. કોંગ્રેસ વોટ બેંક અને મુસ્લિમ તુષ્ટિકરણને કારણે નાગરિકતા મળી નહીં, કરોડો બાંગ્લાદેશી મુસલમાનને નાગરિકતા મળી પરંતુ હિન્દૂ, શીખ, બૌદ્ધ, જૈનને નાગરિકતા ન મળી. CAA માં કોઈની નાગરિકતા છીનવાશે નહીં, 2019માં મને સંસદમાં કાયદો રાખવાનો તક મળી. શાહે કહ્યું કે, કોઈ મુસલમાનની નાગરિકતા છીનવાશે નહીં. 1995 થી આવેલી મહિલાને હજી નાગરિકતા મળી નથી આજે તેમને નાગરિકતા મળશે, બાંગ્લાદેશમાં 27 ટકા હિન્દૂ આજે 9 ટકા રહ્યા છે. તેમના પર દમન થયા બળજબરી ધર્મ પરિવર્તન થયા પણ મોદી સરકાર તેમને નાગરિકતા આપવા પ્રતિબદ્ધ છે. મોદી પીએમ પદના ઉમેદવાર જાહેર થયા ત્યારે કહ્યું દેશનું લોકતંત્ર પરિવારબાદ, ભ્રષ્ટાચાર, જાતિવાદ, તુષ્ટિકરણ માં ફસાયું હતું.
મને ગર્વ છે કે આજે 188 નગરિકો આપણા પરિવારમાં ભળ્યા છે: અમિત શાહ - Union Home Minister Amit Shah
Published : Aug 18, 2024, 6:53 AM IST
|Updated : Aug 18, 2024, 1:43 PM IST
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર પ્રધાન અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આજે (18 ઓગસ્ટ, રવિવાર) અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. અહીં તેઓ અનેક જનકલ્યાણ અને લોકહીતના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે, જે અંતર્ગત શહેરના થલતેજ, વેજલપુર, મકરબા, પ્રહલાદનગર, બોડકદેવ, નવા વાડજ, અને સાબરમતી જેવા વિસ્તારોમાં લોકહીતાર્થના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
LIVE FEED
અમિત શાહના હસ્તે અમદાવાદમાં 188 લોકોને CAA અંતર્ગત ભારતીય નાગરિકતા મળી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યુ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજ નજીક સિંધુભવન રોડ પર આવેલા અને પીઆરએલ કોલોની ખાતે નિર્માણ પામેલા મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે.
અમદાવાદમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે અમદાવાદમાં વર્ષોથી વસતા શરણાર્થી ભાઈઓ-બહેનોને CAA અંતર્ગત પ્રમાણપત્ર એનાયત કરાશે
બોડકદેવ સ્થિત પંડીત દીનદયાલ હોલમાં CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12.45 કલાકે આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને CAA અંતર્ગત નાગરિકોને પ્રમાણપત્ર એનાયત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અસંખ્ય કાર્યક્રમોમાં આપશે હાજરી
ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9.45 કલાકે થલતેજ નજીક સિંધુભવન રોડ નજીક અને પીઆરએલ કોલોની ખાતે નિર્માણ પામેલા મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે.
વૃક્ષારોપણ કાર્યક્રમ: સવારે 10.15 કલાકે મકરબા-વેજલપુરમાં હરીયાળી લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી યોજના અન્વયે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે.
સ્મિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ: સવારે 10.25 કલાકે અમિત શાહ મકરબા વિસ્તારમાં કોર્પોરેટ રોડ સ્થિત નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ કરશે.
AMCના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ: સવારે 10.45 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રહ્લાદ નગરના પાંચા તળાવની સામે આવેલા ગ્રીન એકર પાસે AMCના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.
CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

મામલતદાર કચેરીનું લોકાર્પણ: પોતાના મતવિસ્તારમાં સમાવેશ પામતી નારણપુરા વિધાનસભા અંતર્ગત આવતા નવા વાડજ સ્થિત ભીમજીપુરા સર્કલ સ્થિત નવનિર્મિત મામલદાર કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી સાંજે 6.15 કલાકે ઉદ્ધાટન કરશે.
કાર્યકર્તા સંમેલન: સાબરમતી સુભાષબ્રીજ નજીક બત્રીસી ભવનમાં સાંજે 6.30 કલાકે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને કાર્યકર્તા અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.