ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024 આડે હવે ગણતરીના દિવસો બાકી છે. લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. કલોલ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના મહિલા કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહિલા કાર્યકર્તાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા અમિત શાહની જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમિત શાહનો રોડ શો : કલોલ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહનો રોડ શો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ જનમેદની અંગે મહિલા કાર્યકર્તાએ જણાવ્યું કે, અમારા લોકપ્રિય સાંસદનો આજે રોડ શો છે. આ રોડ શોમાં કલોલ અને આજુબાજુના ગામડાની ખૂબ જ મોટી જનમેદની ઉમટી છે. અમિતભાઈએ 370 કલમ હટાવી છે. તેઓ ખૂબ જ જંગી મતોથી જીતવાના છે, તે નિશ્ચિત છે.
કલોલ કોંગ્રેસ મુક્ત બન્યું : ભાજપે ગાંધીનગરમાં 10 લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા મહિલા કાર્યકર્તાએ જણાવ્યું કે, જો કલોલની વાત કરવામાં આવે તો કલોલ કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે. મોટાભાગના કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. વાત રહી લીડની તો ગત લોકસભા ચૂંટણી કરતા આ વખતની લોકસભા ચૂંટણીમાં ખૂબ જ સારી લીડ મળશે. અમિત શાહ રેકોર્ડ બ્રેક મતોથી જીતશે તે નિશ્ચિત છે. વિકાસની રાજનીતિ કરવાવાળી આ પાર્ટી છે. જનતા ભાજપને મત આપશે.