કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમિત શાહે આજે (6 જૂલાઈ, શનિવાર) ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે 10.30 કલાકે અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર સ્થિત 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે 'સહકારથી સમૃદ્ધી' કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે બે કલાકે તેઓ બનાસકાંઠા પહોંચશે, બનાસકાંઠા જિલ્લાના ચાંગડા ગામે આયોજીત સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને મહિલા દૂઘ ઉત્પાદકોને ઝીરો ટકા વ્યાજના Rupay ક્રેડિટ કાર્ડ વિતરણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સાંજે પ કલાકે પંચમહાલ જિલ્લાના મહુલીયા ગામ પહોંચશે અને અહીં ચાલતા સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે. ત્યાર બાદ ગોધરા સ્થિત પંચામૃત ડેરી ખાતે સાંજે 5.45 કલાકે તેમની જિલ્લાના સહકારી બેન્કો અને ડેરીના ચેરમેનશ્રીઓ સાથે બેઠક કરશે.
આવતીકાલ (7 જૂલાઈ)ના કાર્યક્રમની રૂપરેખા
આવતીકાલે એટલે કે 7 જૂલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનારી છે. આ રથયાત્રામાં અમિત શાહ ભાગ લેશે અને સવારે 4 કલાકે જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતી કરશે. આ ઉપરાંત અમદાવાદમાં સવારે 10.30 કલાકે આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી SLiMSનું હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત અમદાવાદના પાલડી સ્થિત નવું નિર્માણ પામેલું અમિન પીકે કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું ઉદ્ધાટન કરશે.