અમદાવાદ: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આજે ગુજરાતની મુલાકાતે આવેલા છે. આ દરમિયાન, સીતારમન અમદાવાદ અને વડોદરામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ દરમિયાન નિર્મલા સીતારમને અમદાવાદ ખાતે આવેલ વેલકમ બાઈ આઇટીસીમાં પત્રકાર પરિષદ સંબોધિ હતી. જેમાં તેમણે ઘણાબધા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
કોંગ્રેસ પર ગંભીર આરોપ: હાલમાં ચાલતા GCCI માં CA વિશેની વાત કરી હતી, સાથે સાથે પાછલા 5 વર્ષોમાં વાયનાડનો એક પણ વિષય રાહુલ ગાંધીએ સંસદમાં નથી ઉઠાવ્યો કોંગ્રેસ અને ઈન્ડિયા અલાયન્સનાં ઉમેદવાર પોતાની પાર્ટીના જ ઝંડા લઈ જવા ઈનકાર કરી રહ્યા છે. મુસ્લિમ લીગ વિરોધ કરી રહ્યો છે કે, ઉમેદવાર તરીકે ભલે આવો પણ કોંગ્રેસના ઝંડો ના જોઈએ. કોંગ્રેસ પોતાનો ઝંડો મૂકીને પ્રચાર કરી રહી છે જ્યારે તે પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે.
ઉદયનિધીનાં નિવેદન પર પ્રતિક્રિયા: ઈન્ડિયા અલાયન્સ એક જૂટ નથી દેખાઇ રહ્યું તે પોતે જ પોતાની ખોદતાં હોય તેવું દેખાઇ રહ્યું છે. દરેક રાજ્યોમાં અમે સાબિત કર્યું કે આ લોકો એક નથી. ઉદયનિધીનાં નિવેદન પર નિર્મલા સીતારમણની પ્રતિક્રિયા જોવા મળી હતી. ક્રિટીકલ બાબતોમાં આ લોકો એક નથી થાય દેશના મુદ્દાઓને નહિ જોવે માત્ર મોદીને કેવી રીતે હટાવવો એક જ વાત કરવામાં આવતી હોય છે, જ્યારે દેશને કેવી રીતે આગળ લઈ જવું તેનો કોઈ વિચાર નથી.
કયા મુદ્દાઓ પર વધું ધ્યાન અપાશે: ચૂંટણી સંદર્ભમાં PM સહિત તમામ લોકો દેશભરમાં જઈ રહ્યા છે. પીએમનાં નેતૃત્વમાં જનતાના હિતમાં થયેલા કામને ગ્રાઉન્ડ પર લઈને આવ્યા છે. અમુક કામમાં થોડા દૂર હોય શકીએ પરંતુ તેના પર પણ ધ્યાન દઈશું. ગરીબ શોષિત લોકોને એમ્પાવર કરવા માટે અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા કામ કરી રહ્યા છે. શિક્ષણ, મેડિકલ ફેસિલિટી, અનાજ સહિતના મુદ્દે વાત કરવામાં આવી હતી. ઘર, રસોઈ ગેસ, પાણી , સામાન્ય લોકોના ઘર સુધી પહોંચે તેજ હાલનું મુખ્ય કામ છે. બેંક દ્વારા નાના વર્ગના લોકોને નાની લોન મળે તેવા પ્રયાસ કરી રહ્યા છીએ.
ઓવેસી પર સાધ્યું નિશાન: ઓવેસીનાં નિવેદન મામલે તમનું કેહવુ હતું કે, ઓવૈસી સતત બીભત્સ નિવેદન આપતા આવ્યા છે અને ન માત્ર ઓવૈસી પણ તેમના ભાઈ પણ આ પ્રકારે નિવેદન આપતા રહ્યા છે. રોજગારના વિશે યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપમાં કરોડો લોકો ને મળતી રોજગારી વિશે વાત કરવામાં આવી હતી. બેરોજગારીને વિષયમાં કોઈ પાસે કોઈ પણ પ્રકારનો ડેટા હાલમાં છે જ નહીં એટલે તેના વિશે અત્યારે કોઈ વાત કરવી નથી. રોજગારના મુદ્દે હાલમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરેલ રોજગાર મેળાથી 10 લાખ લોકોને આ મેળામાં રોજગારી મળે છે.