ખેડા: ઠાસરા તાલુકાના રવાલિયા ગામે ખેતરમાં ઘાસ કાપવાનું ના પાડતા ત્રણ વ્યક્તિઓ પર તલવાર અને દંડાથી હુમલો કરાયો હતો. જેને લઈ બે જૂથો સામસામે આવી ગયા હતા અને ગામમાં તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો.ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.પરિસ્થિતિને નિયંત્રિત કરવા તાત્કાલિક જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલિસ દ્વારા સ્થિતિ નિયંત્રિત કરી ગામમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 3 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘાસ કાપવાનું ના પાડતા હુમલો: મહીસા ગામની સીમમાં રવાલિયાના ખુમાનસિંહ ઈશ્વરસિહ ચાવડા નામના ખેડૂતનું ખેતર આવેલું છે. જ્યાં તેઓ તેમના કાકા અને કાકાના દિકરા સાથે ગયા હતા. ત્યારે નિઝામપુરા ગામનો રહેવાશી સાજીદ ત્યાં ઘાસ કાપી રહ્યો હતો.જેને ઘાસ કાપવાનુ ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફોન કરીને બીજા લોકોને બોલાવ્યાં જેથી સલમાન મોમીન અને અન્ય એક વ્યક્તિ નિઝામપુરાથી ટ્રેક્ટર લઈને આવ્યા હતા. જેમની પાસે તલવાર અને લાકડી હતી અને ત્રણેય વ્યક્તિએ ખુમાનસિંહ સહિતના લોકો પર તૂટી પડ્યાં હતાં. આ હુમલામાં ખુમાનસિંહના કાકાને પગમાં તલવારથી ઈજા પહોંચી હતી જ્યારે અન્ય લોકોને મૂઢમાર માર્યો હતો.
ગામમાં સર્જાઈ જૂથ અથડામણ: ઘટનાને પગલે બે જૂથના લોકો સામસામે આવી જતાં ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.પરિસ્થિતિ વણસે નહિ તેને લઈ તાત્કાલિક જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ગામમાં પહોંચ્યો હતો. પોલિસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ નિયંત્રિત કરી હતી. બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તેમજ હિંદુ ધર્મસેનાના પ્રમુખ અને કાર્યકરો પણ ઘટનાને પગલે દોડી આવ્યા હતા. ધારાસભ્યએ ગ્રામજનોને કાયદા અને પોલીસ પર ભરોસો રાખી વાતાવરણ ન ડહોળાય તે માટે સમજાવટ કરી હતી. મામલામાં મહુધા પોલિસ દ્વારા ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીઓને ઝડપવાની કાર્યવાહી: આ બાબતે કપડવંજ ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યુ હતું કે રવાલિયા ગામની નજીક મહીસા ગામ આવેલું છે.જેની સીમમાં રવાલિયાના ખુમાનસિંહ ઈશ્વરસિહ ચાવડાનું ખેતર છે.તે ખેતરમાં ખુમાનસિંહ તેમના કાકા અને કાકાનો દિકરો ગયેલા.ત્યાં નિઝામપુરા ગામનો વ્યક્તિ સાજીદ ઘાસ કાપી રહ્યો હતો.જેને ઘાસ કાપવાનુ ના કહેતા ઉશ્કેરાઈ ગયો હતો.ફોન કરીને બીજા માણસોને બોલાવેલા જેમાં સલમાન મોમીન અને અન્ય એક વ્યક્તિ નિઝામપુરાથી ટ્રેક્ટર લઈને આવેલા.જેમની પાસે તલવાર અને લાકડી હતી.ત્રણેય વ્યક્તિએ આ ત્રણ પર હુમલો કરી ઈજા પહોંચાડેલ છે.જે બાબતે ગુનો રજીસ્ટર્ડ થયેલ છે.આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: