ETV Bharat / state

હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી ધોરાજી સરકારી હોસ્પિટલ : પાણીમાં ડૂબી જવાથી બે બાળકના દુઃખદ મોત - Rajkot accident

રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર તાલુકામાં બે અલગ અલગ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં પાણીમાં ડૂબી જવાથી બે અલગ અલગ બાળકોના મોત થયા હતા. બાળકોના મોત બાદ હોસ્પિટલ માતા-પિતાના રૂદનના કરુણ અવાજ ગુંજી ઉઠ્યું હતું.

પાણીમાં ડૂબી જવાથી બે બાળકના દુઃખદ મોત
પાણીમાં ડૂબી જવાથી બે બાળકના દુઃખદ મોત (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 1:59 PM IST

રાજકોટ : ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ અને જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે પાણીમાં ડૂબી જવાથી બે અલગ-અલગ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે વાડી વિસ્તારમાં રમતા રમતા દોઢ વર્ષના બાળકનું પાણીના ખાડામાં ડૂબી જતા મોત થયું છે. જ્યારે અન્ય એક બનાવમાં જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના બાયોકોલના કારખાનાની અંદર પાણીની કુંડીમાં રમતા-રમતા બાળક પડ્યું હતું, જે બાદ બાળકનું મોત થયું છે.

હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી ધોરાજી સરકારી હોસ્પિટલ (ETV Bharat Reporter)

બે દુઃખદ બનાવ : ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના ખેત વિસ્તારમાં રમતા યોગેશ બળવંતભાઈ ભવરી નામના દોઢ વર્ષના બાળકનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે અન્ય એક બનાવમાં જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના બાયોકોલના કારખાનાની અંદર આવેલી પાણીની કુંડીમાં અશ્વિન જીતેનભાઈ ડામોર નામનું બે વર્ષના બાળક પડી ગયું હતું. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.

પાણીમાં ડૂબવાથી બે બાળકોના મોત : અકસ્માતે બનેલી આ ઘટના બાદ પાણીમાં પડી ગયેલા બંને બાળકોને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે બંને અલગ-અલગ બાળકોને મૃત જાહેર કર્યા હતા. મૃત બાળકોના માવતર હૈયાફાટ રૂદન સાથે બાળકોને ભેટીને ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. જેને લઈને સમગ્ર હોસ્પિટલમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. માવતરના હૈયાફાટ રૂદનથી ધોરાજી સરકારી હોસ્પિટલ પણ ગુંજી ઉઠ્યું હતું.

લાલબત્તી સમાન કિસ્સા : મજૂરી કરતા અને રોજનું કરી રોજનું ગુજરાત ચલાવતા સ્થાનિક તેમજ પરપ્રાંતીય મજૂરોના બાળકો માતા-પિતા સાથે તેમના કામના સ્થળે જતા હોય છે. આ બાળકો ઘણી વખત અકસ્માતનો ભોગ બની જતા હોય છે. ત્યારે ધોરાજી અને જેતપુર તાલુકામાં બનેલા આ બે અલગ-અલગ બનાવમાં બાળકોનું પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થતા સમગ્ર પંથકમાં દુઃખનો માહોલ છવાય ચૂક્યો છે. લાલ બત્તી સમાન આ કિસ્સા બાદ અન્ય માતા-પિતા પણ શીખ લઈને પોતાના બાળકોને સુરક્ષિત રાખે તે જરૂરી છે.

  1. ઉપલેટાની કન્યા શાળામાં વરસાદી પાણી ઘૂસ્યું, વિદ્યાર્થિનીઓ બની ચિંતાતૂર
  2. ચારેકોર પાણી-પાણી પણ "એકતા" ન હારી : સગર્ભાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.