સુરત: સુરતના માંગરોળના સાવા પાટિયા પાસે નેશનલ હાઇવે પર જમરૂખ ભરેલ આઇશર ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટેમ્પોમાં રહેલ જમરૂખ હાઇવે પર વેરાઈ ગયા હતા. જેને લઇને સ્થળ પર પહોંચેલા લોકોએ જમરૂખની લૂંટ ચલાવી હતી.

હાઈવે પર જમરૂખની રેલમછેલ: સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા પાટિયા ગામ પાસે MH15JC6559 નંબરની આઇશર ટેમ્પો જમરૂખ ભરી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતી. જેને લઇને ટ્રકમાં ભરેલ જમરૂખના કેરેટ હાઇવે પર પથરાઈ ગયા હતા.

હાજર લોકોએ જમરૂખની લૂંટ ચલાવી: બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. અને હાઇવે પર પથરાઈ ગયેલ જમરૂખની લૂંટ ચલાવી હતી. લોકો થેલીઓમાં જમરૂખ ભરીને ઘરે લઈ ગયા હતા. બનાવ સ્થળે દોડી ગયેલ સુરત જિલ્લા NHAI વિભાગની ટીમે તરત અકસ્માત ગ્રસ્ત વાહનને ક્રેનની મદદથી હાઈવેની સાઈડ ખસેડી હતી. સર્જાયેલ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનિય છેકે થોડા દિવસ અગાઉ કામરેજ ચારરસ્તા પાસે પણ શાકભાજી ભરેલ ટેમ્પો પલટી મારી ગયો હતો. એ બનવામાં પણ સ્થળે દોડી ગયેલ લોકોએ શાકભાજીની લૂંટ ચલાવી હતી.
આ પણ વાંચો: