ETV Bharat / state

વડોદરા જિલ્લાના કેલનપુરની પ્રાથમિક શાળામાં રામોજી રાવને અપાઈ શ્રદ્ધાંજલિ - Tribute to Ramoji Rao

રામોજી ગૃપના સંસ્થાપક ચેરુકુરી રામોજી રાવનું ગત ૮મી જૂન ૨૦૨૪, ના રોજ દુ:ખદ નિધન થયું હતું. તેમના નિધનથી મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે, અને ઠેર ઠેર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં પણ મીડિયા ક્ષેત્રે કાર્યરત લોકોએ સ્વ.રામોજી રાવને શ્રદ્ધાંજલિ આપી હતી. Tribute to Ramoji Rao

રામોજી રાવને અપાઈ શ્રદ્ધાંજલિ
રામોજી રાવને અપાઈ શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 2:00 PM IST

વડોદરા: દેશના મીડિયા જગતનાં ભીષ્મપિતામહ એવા ઈનાડુ ગ્રુપ, Etv અને વિશ્વમાં સૌથી મોટી ગણાતી રામોજી ફિલ્મ સીટી અને વિવિધ વ્યવસાયમાં કાર્યરત એવા રામોજી ગૃપના સંસ્થાપક ચેરુકુરી રામોજી રાવ જેઓ ૧૬મી નવેમ્બર ૧૯૩૬ના રોજ જન્મેલાં અને તેઓનું ગત ૮- મી જૂન ૨૦૨૪, ના રોજ દુ:ખદ નિધન થયું હતું. રામોજી ગૃપે સમગ્ર દેશમાં અને ખાસ કરીને Etv એ ગુજરાતના લોકોનાં હૃદયમાં અનેરૂ સ્થાન બનાવ્યું છે, ત્યારે દેશનાં મીડિયા જગતમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર અને વર્ષ ૨૦૧૬ માં પદમ્ વિભૂષણનો એવોર્ડ મેળવનાર અને ફિલ્મફેર સહિતનાં વિવિધ એવોર્ડ મેળવનાર સ્વર્ગીય રામોજી રાવને વડોદરાની ધરતી પરથી શ્રદ્ધાંજલિ આપવા આ એક શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

કેલનપુરની પ્રાથમિક શાળામાં રામોજી રાવને અપાઈ શ્રદ્ધાંજલિ
કેલનપુરની પ્રાથમિક શાળામાં રામોજી રાવને અપાઈ શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)

ઈનાડુ ગ્રુપ, Etv અને વિશ્વમાં સૌથી મોટી ગણાતી રામોજી ફિલ્મ સિટી અને વિવિધૂ વ્યવસાયમાં કાર્યરત એવા રામોજી ગૃપના સંસ્થાપક સ્વર્ગસ્થ ચેરુકુરી રામોજી રાવના ફોટા પાસે etv ભારતના પ્રતિનિધિઓ, ગામના સરપંચ શાળાના આચાર્ય અને સ્ટાફઘન દ્વારા દિપ પ્રગટાવી અંજલિ અર્પણ કરી તેમજ ઉપસ્થિત સૌએ પુષ્પો અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

વડોદરા જિલ્લાના કેલનપુરની પ્રાથમિક શાળામાં રામોજી રાવને અપાઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
વડોદરા જિલ્લાના કેલનપુરની પ્રાથમિક શાળામાં રામોજી રાવને અપાઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ (Etv Bharat Gujarat)

તેઓના દિવ્ય આત્માને શાંતિ માટે પ્રાર્થના: જેમાં શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો અને બાળકો દ્વારા તેઓ સૌ સહભાગી બની આ સાથે સૌએ પહેલાં શ્રધ્ધાંજલિ ગીતનુ ગાન કર્યું. ત્યારબાદ બે મિનિટનું મૌન પાડીને તેઓના દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી.

સ્વર્ગસ્થના આત્માને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શાળાનાં આચાર્ય તેજશભાઈ, ઈ ટીવીના નિમેષભાઈ, કલ્પેશભાઈ એ પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપ્યું. કાર્યક્રમના અંતે શાળાનાં ૩૦૦ ઉપરાંત વિધાર્થીઓને ચોકલેટ આપી અને ઉપસ્થિત સૌ મહેમાનોને અલ્પાહાર કરાવ્યો. આજનાં આ કાર્યક્રમ આ શાળા પરિસરમાં યોજવા દેવા બદલ આ શાળાનાં આચાર્ય:- તેજશ ભાઈ તમામ સ્ટાફ, કેલનપુર ગામનાં સરપંચ - રાજુભાઇ, ડે. સરપંચ - સંજયભાઈ, ઉપસ્થિત સૌ અને શાળા બાળકો સહિત સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.