અમદાવાદ: તંત્ર દ્વારા બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટર દ્વારા 31 જેટલા ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજ આર . ટી.વસાણીની સુરત, જામનગરના પ્રિન્સિપલ જજ એસ..કે .બક્ષીની પાલનપુર, ભાવનગરના ડીસ્ટ્રીક જજ એલ.એસ. પીરજાદાને સુરેન્દ્રનગર, ભુજના પ્રિન્સિપાલ જજ એચ.એસ મૂલ્યને ભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ, મોરબીના ડિસ્ટ્રિક્ટ જજ પિનાકીન જોશીની પોરબંદર, ભુજના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ બેનાબેના ચૌહાણને મહેસાણા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ તરીકે નિમણૂક કરાઈ છે. અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજ અમરીશકુમાર લાલજીભાઈ વ્યાસને ભુજ ડિસ્ટ્રિક્ટ, છોટા ઉદયપુરના દિલીપકુમાર પુરુષોત્તમદાસ ગોહિલને સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટ પ્રિન્સિપલ જજ તરીકે બદલી કરવામાં આવી છે.
આ પહેલા પણ સરકાર દ્વારા વિવિધ પોલીસ વિભાગ, મહેસુલ વિભાગ, GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.