પાટણ: શહેર સહિત જિલ્લામાં રવિવારે અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાનું પાવન પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી જ્ઞાનરુપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
વિવિધ મંદિરોમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી: જીલ્લાભરમાં આશ્રમો, મંદિરો ગુરુ પૂનમે વહેલી સવારથી સતી-સેવકોના જય ગુરુદેવના નાદથી ગૂંજી ઉઠયા હતાં.ગુરૂપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે શિષ્યોએ પોતાનાં હ્રદયસ્થ ગુરુઓનાં વંદનપૂજન માટે ગુરુગાદીઓ ખાતે જઇને શિશ નમાવી આશિષ મેળવ્યા હતા. તો પાટણ શહેરના વિવિધ મંદિરોમાં ગુરુ પૂજનનાં વિશેષ આયોજનો સાથે હવન યજ્ઞ પણ કરાયા હતા. શહેરના બંધ વડીયા હનુમાન મંદિર ખાતે સિધ્ધનાથ મહાદેવ, કાલીકા માતાજી મંદિર, પ.પુ.પાઠક સાહેબની જગ્યા, પાંચ પીપળ શકિત મંદિર, નોરતા દોલતરામ બાપુ આશ્રમ, ટોટણા સદારામ બાપુ આશ્રમ સહિત ગુરૂ ગાદીએ ગુરૂપૂર્ણિમા એ રાજકીય, સામાજિક આગેવાનો સહિતના શિષ્યોએ શિશ નમાવી આશિષ મેળવી ધન્યતા અનુભવી હતી.
ગુરુગાદીઓ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: મહંત સંજીવદાસ મહારાજ દ્વારા ગુરુનો મહિમા જણાવ્યો કે, અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી જ્ઞાનરુપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ દેવેભ્યો નમઃ પાટણ શહેરની તેમજ પંથકની ગુરુગાદીઓ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.