ભાવનગર: સમગ્ર વિશ્વમાં 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હજારો વર્ષોથી સૂર્ય મંડળમાં પૃથ્વીનું ભ્રમણ થઈ રહ્યું છે. માનવજાત સહિત અનેક જીવો પૃથ્વી ઉપર સજીવન થઈને વિસર્જન પણ થઈ ચૂકેલા છે. ત્યારે આજના સમયમાં પૃથ્વી ઉપર મનુષ્ય દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ મનુષ્ય માટે દુવિધાઓ બનતી જાય છે અને પૃથ્વીને નુકસાન કરતી હોય તેવું પ્રતીત થાય છે.આજે 21મી સદીમાં 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી ઉપર આજે સૌથી મોટું સંકટ ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિકનું દુષણ બની ચુક્યું છે. ત્યારે સમગ્ર વિશ્વમાં મનુષ્ય દ્વારા પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વીની તંદુરસ્તી માટે શું કરવું જરૂરી બની ગયું છે. વિજ્ઞાનનગરી ઉગતી પેઢીઓમાં પૃથ્વીને બચાવવા માટે જાગૃતિનું સિંચન કરી રહી છે ત્યારે સમાજ માટે પણ શું જરૂરી છે તે વિશે, ETV BHARAT દ્વારા વિજ્ઞાનનગરીના એકેડેમિક વિભાગના સંચાલક સાથે ખાસ વાતચીત કરી હતી.
અલગ અલગ થીમથી ઉજવણી: વિજ્ઞાનનગરીના એકેડેમિક વિભાગના સંચાલક માયા કુંવરાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે પહેલા આપણે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવીએ છે, તો શું કામ ઉજવીએ છે તો આપણી જે પૃથ્વી છે એ આપણા સૂર્યમંડળના આઠ ગ્રહોમાંથી પૃથ્વી જ એવી છે કે, જેની ઉપર આપણે રહી શકીએ છીએ, જે સજીવોને રહેવા માટે હવા, પાણી, ઓક્સિજન, વાતાવરણ આપણને આ ગ્રહ પર જ મળે છે અને પૃથ્વી એ આપણું ઘર છે. આપણા ઘરને તાજુ રાખવા માટે તંદુરસ્ત રાખવા માટે આપણે જ બધા પ્રયત્નો કરવાના છે. અત્યારે પૃથ્વીની શું હાલત છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ અને એટલે તેને સાજી રાખવા માટે આપણા પૃથ્વી દિવસ દ્વારા આપણા એ પ્રયત્નો છે એ સાજી રહે. તો દર વર્ષે પૃથ્વી દિવસ છે અલગ અલગ થીમ દ્વારા ઉજવાતી હોય છે.
બાળકોને અપાય છે પૃથ્વીને બચાવવા માટે જ્ઞાન: આ વખતે 2024ની આપણી થીમ છે "પ્લાસ્ટિક વર્સીસ પ્લેનેટ અથવા પ્લેનેટ વર્સીસ પ્લાસ્ટિક થીમ" છે. પ્લાસ્ટિક એટલી હદે ઘર કરી ગયો છે કે, આપણને પ્લાસ્ટિક વગર ચાલતું જ નથી અને પ્લાસ્ટિક જેટલું આપણે માટે આશીર્વાદરૂપ છે. એટલું જ આપણા માટે હાનિકારક છે. જે આપણા જળાશયો, પ્રાણીઓ,અને મનુષ્યો માટે પણ એટલું નુકશાનકારક છે કે જેના દ્વારા કેન્સર કરે છે તો આપણે આ પ્લાસ્ટિકની કેવી રીતે નિવારી શકીએ. અમારે અહીંયા જે વિદ્યાર્થીઓ વિજ્ઞાનનગરીમાં આવે છે એને પણ પ્લાસ્ટિક માટે અમે જાગૃત કરીએ છીએ. તમે બહાર જાવ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો, વસ્તુ ખરીદવા જાવ તો કાપડની થેલી લઈ જાવ, એવી રીતે નાની નાની વાતો દ્વારા પ્લાસ્ટિક કેવી રીતે દૂર કરવું એવુ અમે સમજાવીએ છીએ. જો અત્યારથી એ લોકો આ પ્રેક્ટિસ કરશે તો જ્યારે મોટા થશે તેમના સમયમાં એ પ્લાસ્ટિકનું દુષણ ઓછું કરી શકશે. ત્યારે જ આપણે ખરેખર અર્થમાં પૃથ્વી દિવસની ઉજવણી કરી ગણાશે. જ્યારે આપણે આપણી પૃથ્વીને તંદુરસ્ત બનાવીશું. આપણે જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કરીશું ત્યારે જ આપણે ખરા અર્થમાં પૃથ્વી દિવસની ઉજવણી કરી ગણાશે.