જુનાગઢ: આજે રાષ્ટ્રીય મેંગો દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1987માં "હોલ્ટિકલ્ચર બોર્ડ" દ્વારા પ્રથમ વખત ભારતમાં આંતરરાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. ત્યારથી ફળફળાદી પાકમાં કેરીની ખેતી અને તેની ગુણવત્તાની સાથે પોષક તત્વો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 'રાષ્ટ્રીય મેંગો દિવસ'ની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી.
ક્યારથી થઈ રાષ્ટ્રીય મેંગો દિવસની ઉજવણી: આજે રાષ્ટ્રીય મેંગો દિવસની ઉજવણી થઈ રહી છે, એવામાં વર્ષ 1987 માં પ્રથમ વખત હર્ટિકલ્ચર બોર્ડ દ્વારા ભારતમાં "આંતરરાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલ"નું આયોજન કરાયું હતું. ત્યારથી લઈને દર વર્ષે 22મી જુલાઈના દિવસે રાષ્ટ્રીય મેંગો દિવસની ઉજવણી કરવાની પરંપરા શરુ થઈ છે. તેની પાછળનું કારણ ફળફળાદી પાકોમાં રાજા ગણાતી કેરીની ખેતી પ્રત્યે ખેડૂતો જાગૃત બને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થાય અને કેરીના પોષક તત્વોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે 22મી જુલાઈના દિવસે રાષ્ટ્રીય મેંગો દિવસની ઉજવણી કરવામાં આવે છે . જે આજે સતત જળવાતી જોવા મળે છે.
કેરી વિટામીન અને પોષક તત્વોથી ભરપૂર: સમગ્ર વિશ્વમાં કેરીને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી તેને ફળોના રાજા તરીકે ફળોમાં સર્વપ્રથમ બેસાડવામાં આવે છે. કેરીમાં સામેલ વિટામીન C, વિટામીન A, કાર્બોહાઈડ્રેટ્સ અને બીમારીઓની સામે રક્ષણ આપતા અનેક કુદરતી તત્વો કેરીમાં હોય છે. આ ઉપરાંત કેરીને લોહીના શુદ્ધિકરણ માટે પણ અક્સિર માનવામાં આવે છે. જેથી કેરીને સુપરફુડની સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ મહત્વનું માનવામાં આવે છે. જેથી વિશ્વના મોટા ભાગના દેશો કેરીને સુપરફુડ તરીકે માન્યતા આપે છે.
વિશ્વમાં 2000 જાતની કેરી: આજે સમગ્ર વિશ્વમાં 2,000 જાતની કેરીની ખેતી થઈ રહી છે. આજથી ચાર-પાંચ હજાર વર્ષ પૂર્વે ફળ તરીકે કેરી વિશ્વના અનેક દેશોમાં ખવાતી હતી. આજે ભારતમાં 1000 કરતાં વધુ અને સમગ્ર વિશ્વમાં 2000 કરતાં વધુ કેરીની વિવિધ જાતોની ખેતી થઈ રહી છે. ભારતમાં સૌથી વધારે કેરીની અલગ અલગ જાતોની કરવામાં આવે છે. જેમાં ગીરની કેસર આજે પણ વિશ્વના સ્વાદ રસિકો માટે મહત્વની બની રહી છે. કેરીમાંથી અન્ય 150 થી 200 જેટલી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. જેમાં આઈસ્ક્રીમ, જ્યુસ, ઠંડા પીણા, પાપડ સહિત કેરીના પલ્પનો અનેક પ્રકારે ઉપયોગ કરીને વર્ષભર કેરીનો સ્વાદ માણી શકાય તે માટે આધુનિક જગતમાં અનેક પ્રોડક્ટ પણ આજના દિવસે બની રહી છે. જે કેરીને સુપરફુડ તરીકે પ્રસ્થાપિત કરી રહી છે.