અમદાવાદ : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના (GCMMF) મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ શનિવારે જણાવ્યું કે, અમૂલને બદનામ કરવા અફવા ફેલાવવી હતી અમૂલે તિરુપતિ બાલાજી મંદિરમાં કથિત રીતે પ્રાણીની ચરબી ધરાવતું ઘી સપ્લાય કર્યું હતું. જોકે આ કથિત રીતે "ખોટી માહિતી ઝુંબેશ" વિરુદ્ધ અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ શાખામાં FIR દાખલ કરવામાં આવી છે.
અમૂલે નોંધાવી FIR : ANI સાથેના ઈન્ટરવ્યુમાં જયેન મહેતાએ જણાવ્યું કે, "આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિરમાં વપરાતા ઘીમાં ભેળસેળ જોવા મળી હતી. કેટલાક લોકોએ TTD ને ઘી અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાનું કહીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ 'ખોટી માહિતી ઝુંબેશ' ને રોકવા માટે અમે અમદાવાદની સાયબર ક્રાઈમ શાખામાં FIR નોંધાવી છે. કારણ કે, આ એક ગંભીર મુદ્દો છે, જે અમૂલ સાથે સંકળાયેલા 36 લાખ પરિવારો સાથે સંબંધિત છે."
Issued in Public Interest by Amul pic.twitter.com/j7uobwDtJI
— Amul.coop (@Amul_Coop) September 20, 2024
"અમે ક્યારેય ઘી સપ્લાય કર્યું નથી" : અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા સહકારી દૂધ સંઘના MD જયેન મહેતાએ જણાવ્યું કે, અમૂલે "તેની પ્રોડક્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને (TTD) ક્યારેય સપ્લાય કરી નથી. અમૂલ ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તાની હોય છે અને ગુણવત્તાની કડક તપાસમાંથી પસાર થાય છે. અમે લોકોને આ પ્રકારની ખોટી માહિતીથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ."
અમૂલે આપ્યું નિવેદન : તિરુમાલા મંદિરના પ્રસાદમમાં પ્રાણીની ચરબીના ઉપયોગ અંગેના વિવાદ વચ્ચે અમૂલે 20 સપ્ટેમ્બરના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે તેણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને (TTD) ક્યારેય ઘી સપ્લાય કર્યું નથી. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ્સ પછી Amul.coop એ X પર એક નિવેદન પોસ્ટ કરી જણાવ્યું હતું કે, TTD ને અમૂલ દ્વારા ઘી ક્યારેય સપ્લાય કરવામાં આવ્યું ન હતું.
"આ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના સંદર્ભમાં છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને (TTD) અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. અમે જણાવવા માંગીએ છીએ કે અમે ક્યારેય TTD ને અમૂલ ઘી સપ્લાય કર્યું નથી. અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમૂલ ઘી અમારી અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ પર દૂધમાંથી બનાવવામાં આવે છે, જે ISO પ્રમાણિત છે. અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધના ફેટમાંથી બનાવવામાં આવે છે. અમારી ડેરીઓમાં મળતું દૂધ FSSAI દ્વારા નિર્દિષ્ટ ભેળસેળની તપાસ સહિત ગુણવત્તાની તપાસમાંથી કડક રીતે પસાર થાય છે.