ETV Bharat / state

ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે, જેના કારણે થાય છે અતિભારેથી ભારે વરસાદ - Heavy Rains In Gujarat

ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આણંદમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.

Rain In Gujarat
Rain In Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 4:43 PM IST

HEAVY RAINS IN GUJARAT (Etv Bharat Gujarat)

અમદાવાદ: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે, જેમાં તેમણે આણંદ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, દ્વારકા તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

:આ સાથે આજે ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, તાપી તથા સૌરાષ્ટ્રના ઉપરોક્ત આપેલા સિવાયના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરાવલ્લીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

અસહય ઉકળાટ બાદ બપોરે 12 કલાકના સુમારે અમદાવાદ પૂર્વ ઉપરાંત પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ શરુ થયો હતો. ઉસ્માનપુરામાં 12.50 મિલીમીટર, પાલડીમાં 10.50 મિલીમીટર, જોધપુર વિસ્તારમાં 11.50 મિલીમીટર વરસાદ થયો હતો. શહેરના મધ્યઝોનમાં આવેલા ખાડીયા, રાયપુર, દાણાપીઠ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ થવા પામ્યો હતો. વાસણા બેરેજનું લેવલ 134.25 ફૂટ નોંધાયુ હતુ. બેરેજના તમામ દરવાજા બંધ રખાયા હતા.

  1. આ વર્ષે શાકભાજીના ભાવો એકદમ સામાન્ય ગત વર્ષની સરખામણી કરતા અડધા, જાણો ભાવ વિષે - Vegetable prices during monsoon
  2. જૂનાગઢમાં અઠવાડિયાથી ખાબકેલા વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો - Junagadh News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.