ETV Bharat / state

ખંભાળિયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી, ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા - Dwarka building collapsed - DWARKA BUILDING COLLAPSED

દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં ગઈકાલ સાંજે એક દુઃખદ ઘટના બની હતી. જેમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. તાત્કાલિક બચાવ અભિયાન શરુ કરવામાં આવ્યું અને કાટમાળને હટાવી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.

ત્રણ લોકોના કરૂણ મોત
ત્રણ લોકોના કરૂણ મોત (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 11:23 AM IST

Updated : Jul 25, 2024, 12:16 PM IST

દેવભૂમિ દ્વારકા : હાલ સમગ્ર દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં દુઃખદ દુર્ઘટના બની છે. શહેરના મેઈન બજાર પાસે ગગવાની ફળી વિસ્તારમાં આવેલ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયાનું મકાન છે, જે વર્ષો જૂનું હતું. આ મકાનના ત્રણે ત્રણ માળની છત ધરાશાયી થતા અફરાતફરી મચી હતી.

ત્રણ માળનું મકાન ધરાશાયી : આ ગંભીર ઘટના ગઈકાલ સાંજે છ વાગ્યાની આસપાસ બનતા સમગ્ર ખંભાળિયા પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, તો અન્ય સાત જેટલા લોકોનો ચમત્કારિક રીતે બચાવ થવા પામ્યો હતો.

ત્રણ માળનું મકાન ધરાશાયી, ત્રણ લોકોના કરૂણ મોત (ETV Bharat Reporter)

રેસ્ક્યુ ઓપરેશન : કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકોમાં કેસરબેન જેઠા કણજારીયા તેમની ઉંમર વર્ષ 65 હતી. પ્રીતિબેન અશ્વિન કણજારીયા જેમની ઉંમર વર્ષ 13 અને પાયલબેન અશ્વિન કણજારીયા જેમની ઉંમર 17 વર્ષ હતી. કાટમાળ નીચે દબાયેલા ત્રણેય લોકોને બચાવવા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ત્રણ લોકોના કરૂણ મોત : NDRF ટીમ દ્વારા છ કલાકની જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા તમામ ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે ત્રણેય લોકોનું આ ગંભીર ઘટનામાં મોત નીપજ્યું હતું.

વરસાદ વચ્ચે રેસ્ક્યુ : આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ SDM, DySP, PI, PSI, મામલતદાર અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ધોધમાર વરસાદ હોવા છતાં પણ ખડે પગે કાર્યરત રહ્યો હતો. સમગ્ર ઓપરેશન દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી ઓપરેશન લાંબુ ચાલ્યું હતું.

  1. અંબાજીમાં દીવાલ ધરાશાયી થતા દોડધામ, આવી દિવાલોનો સર્વે જરૂરી
  2. પાંચ વર્ષ જૂની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Last Updated : Jul 25, 2024, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.