અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ ત્રણ જજ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ન્યાયમૂર્તિ તરીકે સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપતેન્દ્ર નારાયણ રે (ડી.એન .રે) અને મૌલિક જીતેન્દ્ર શેતલનો સમાવેશ થાય છે. તો હવે ગુજરાત હાઇકોર્ટમાં જજની કુલ સંખ્યા 33 થઈ છે. ત્યારે જાણો ગુજરાત હાઈકોર્ટમાં આવેલા ત્રણ નવા ન્યાય મૂર્તિ વિશે રસપ્રદ માહિતી.
જસ્ટિસ સંજીવ જયેન્દ્ર ઠાકર: ત્રણ જજની નિમણૂંક મામલે સુપ્રીમ કોર્ટના કોલેજીયમના નિર્ણયમાં એવું જાણવા મળ્યું હતું કે, જસ્ટિસ સંજીવ જયેન્દ્ર ઠાકરને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવા મુદ્દે ચારમાંથી ત્રણ જજે હકારાત્મક રિવ્યૂ આપ્યા હતા. જ્યારે એક જજ આ અંગે અભિપ્રાય આપ્યા નથી. જસ્ટિસ સંજીવ ઠાકર સારા વ્યક્તિત્વ અને વ્યવસાયિક છાપ ધરાવે છે. તેમણે વકીલાતમાં માસ્ટર કર્યું. તેમણે વકીલાતમાં 30 વર્ષનો અનુભવ છે. જસ્ટિસ સંજીવ જયેન્દ્ર ઠાકર વિશે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે નોંધ્યું હતું કે, અમદાવાદની સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ, ફેબ્રિક કોડ અને સ્મોલ કોર્સ કોર્ટમાં તેમજ ગુજરાતની જિલ્લા કોર્ટમાં તેઓ પ્રેક્ટિસ કરી છે, તેમણે ટ્રાયલ લેવલ પર કેસો હેન્ડલ કરવામાં 31 વર્ષનો અનુભવ ખૂબ જ ઉપયોગી થશે.
જસ્ટિસ દીપતેન્દ્ર નારાયણ રે: ગુજરાત હાઇકોર્ટના નવા નિમણૂંક થયેલા જસ્ટિસ ડી.એન રે પણ સારું વ્યક્તિત્વ અને વ્યવસાયિક છાપ ધરાવે છે. જસ્ટિસ ડી.એન રે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. એમની પ્રતિબદ્ધતા અને કામ જોઈને હાલમાં જ તેઓને સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ તરીકે સ્થાન મળ્યું હતું.
જસ્ટિસ મૌલિક જીતેન્દ્ર શેલત: જસ્ટિસ મૌલિક જીતેન્દ્ર શેલત વિશે પણ એવી વાત છે કે ન્યાય મંત્રાલય તરફથી મળેલા ઇનપુટ મુજબ મૌલિક શેલત પણ સારું વ્યક્તિત્વ અને છબિ ધરાવે છે. તેમની શનિષ્ઠા કર્તવ્ય પણ કઈ વાંધાજનક નથી.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા તેમની સમક્ષ રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો અને વ્રજ વિશેની તમામ માહિતીની ચકાસણી કર્યા પછી ન્યાય મંત્રાલય દ્વારા આ તમામ જજની નિમણૂક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા બે વરિષ્ઠ ન્યાય મૂર્તિઓની સાથે સલાહ સામત બાદ ઉપરોક્ત ત્રણ વકીલોને હાઇકોર્ટ જજ તરીકે અપોઇન્ટ કરવા બાબતની ભલામણ 22/12/2023 ના રોજ સુપ્રીમ કોર્ટને મોકલી આપી હતી.
આ પણ વાંચો: