ETV Bharat / state

પારડીના નેવરી ગામે ત્રિપલ અકસ્માત, બે મહિલા સહિત યુવકે ઘટનાસ્થળે જ દમ તોડ્યો - Valsad triple accident - VALSAD TRIPLE ACCIDENT

વલસાડમાં પારડી નાસિક હાઇવે પર નેવરી ગામ નજીકમાં ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે તાત્કાલિક આ અંગે કાર્યવાહી શરુ કરી છે. બીજી તરફ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

પારડીના નેવરી ગામે ત્રિપલ અકસ્માત
પારડીના નેવરી ગામે ત્રિપલ અકસ્માત (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 11:00 AM IST

વલસાડ : પારડી નાસિક હાઇવે પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. એક પિકઅપ જીપચાલકે પૂરપાટ વાહન હંકારીને રીક્ષા ચાલકને ટક્કર મારતા રીક્ષા આઇસર ટેમ્પો સાથે ભટકાઇ હતી. જેમાં ટેમ્પો ચાલકે ત્રણ લોકોને અડફેટમાં લેતા ત્રણેના ઘટનાસ્થળે મોત થયા હતા.

ત્રીપલ અકસ્માત : આ અંગે મળતી વિગત અનુસાર છકડો રીક્ષાચાલક પારડી તરફ આવી રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા પીકઅપ ચાલકે ગફલત ભરી રીતે વાહન હંકારી છકડો રીક્ષાને ટક્કર મારી હતી. છકડો રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો સીધો સામે આવી રહેલા એક આઈસર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયો હતો. આઈસર પર ટક્કરના કારણે રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. આ દરમિયાન ત્રણ લોકો આઈસરની અડફેટમાં આવી ગયા હતા.

ત્રણ લોકોના મોત : આ જીવલેણ અકસ્માતમાં બે સ્થાનિક મહિલા રાજુબેન અરવિંદભાઈ પટેલ અને સુરેખાબેન ઉત્તમભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. સાથે જ મેવરી ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતમાં કપરાડાની બોર્ડરનું ગામ બારપુરાના રહેવાસી લલિત સંજય બડગરનું પણ કરૂણ મોત થયું છે, જે ITI માં જતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા બારપુરાના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

રિક્ષાચાલકની હાલત ગંભીર : આ અકસ્માતમાં છકડો રીક્ષાચાલકના માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઘટનાસ્થળે અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.

પોલીસ કાર્યવાહી : ત્રીપલ અકસ્માત અંગેની જાણ પારડી પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરવા કવાયત હાથ ધરી હતી. તેમજ ત્રણેય મૃતદેહનો કબજો લઈ તેમના પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ પીકઅપ ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો. પોલીસે આ અજાણ્યા પીકઅપ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

  1. મુંબઈ અમદાવાદ હાઇવે વાહને બ્રેક મારતા પાછળ આવતા ત્રણ વાહન અથડાયા
  2. પારડી રોડ પર અકસ્માત, પિકઅપ અને 2 મોપેડ ટકરાતાં બે યુવકના મોત, એકને ઇજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.