નવસારી: રાજ્યભરમાં ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં ગણેશ મંડળોના આયોજકો પોતાના પંડાલમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના સાથે ભક્તોને આકર્ષવા અવનવા પ્રયાસો કરતા હોય છે, આવું જ કંઈક નવસારીના વિજલપોરના ચંદનવન ગણેશ મંડળે કરી બતાવ્યું છે. નવસારી જિલ્લામાં પ્રથમ વાર ભ્રમ ફેલાવતી કળા એનામોર્ફિક આર્ટનો ઉપયોગ કરી નકામી અને એન્ટિક વસ્તુઓને ભેગી કરી, તેને વ્યવસ્થિત જગ્યાએ ગોઠવી અને આ કળાને એક ચોક્કસ જગ્યાએથી જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો દેખાય, એવી કૃતિ તૈયાર કરી છે, જે ગણેશ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
વિજલપોરની ચંદનવન સોસાયટીના યુવાનો દર વર્ષે કંઈક યુનિક કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે તેઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દે એવું ડેકોરેશન કરવાનો યુવાનોને વિચાર હતો. ઘણું વિચાર્યા બાદ છ મહિના અગાઉ તેમને ભ્રમ ફેલાવે એવા એનામોર્ફિક આર્ટથી કંઈક નવું જ બનાવવાનું વિચાર્યુ હતું. પ્રથમ તેમણે સિંહ બનાવવા માટે જૂની નકામી વસ્તુઓ તેમજ કેટલીક એન્ટિક વસ્તુઓ તથા લાકડામાં કંડારેલી કૃતિઓ ભેગી કરી અને સિંહ બનાવવાનો પ્રયાસ કર્યો. જેમાં તેઓ સફળ થયા, પણ હજુ કંઈક સારૂ કરી શકાય એવા વિચાર સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો બનાવવાનો નક્કી કર્યુ હતુ.
યુવાનો રોજ સાંજથી રાત્રે 2 થી 4 વાગ્યા સુધીના ઉજાગરા કરી પ્રધાનમંત્રીનો ચહેરો બનાવવા મથામણ કરતા હતા. પરંતુ તેમનો મેળ પડતો ન હતો. અંતે ડેકોરેશન બદલવાનો વિચાર કર્યો, સાથે જ ગણપતિ બેસાડવાના હતા એ તરફનો મંડપ બનાવવાની શરૂઆત કરી હતી. દરમિયાન બાપાએ તેમને પ્રેરણા આપી અને ફરી તેમણે એનામોર્ફિક આર્ટ ઉપર હાથ અજમાવવાની શરૂઆત કરી, સાથે જ ગણેશ ચતુર્થીના ત્રણ દિવસ પહેલા બાપ્પાના આશીર્વાદથી એક મુક બધીર કલાકાર જય કંસારા આવી મળ્યો અને આ મુક બધીર કલાકારની મદદથી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો પૂર્ણ કર્યો.
એનામોર્ફોસિસ આર્ટ વિશિષ્ટ પ્રકારની છબી બનાવવામાં આવે છે, ચોક્કસ બિંદુ પર કબજો કરવો, વિશિષ્ટ ઉપકરણોનો ઉપયોગ કરવો અથવા ઓળખી શકાય તેવી છબી જોવા બંનેની જરૂર પડે છે. તેનો ઉપયોગ પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, શિલ્પ અને ઇન્સ્ટોલેશન, રમકડાં અને ફિલ્મ સ્પેશિયલ ઇફેક્ટ્સમાં થાય છે. આ શબ્દ ગ્રીક ઉપસર્ગ એના પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે "પાછળ" અથવા "ફરી", અને શબ્દ મોર્ફે, જેનો અર્થ થાય છે "આકાર" અથવા "સ્વરૂપ". આત્યંતિક એનામોર્ફોસિસનો ઉપયોગ કલાકારો દ્વારા કેરીકેચર્સ, શૃંગારિક અને સ્કેટોલોજિકલ દ્રશ્યો અને કેઝ્યુઅલ પ્રેક્ષકની અન્ય ભ્રષ્ટ છબીઓને છૂપાવવા માટે કરવામાં આવે છે, ગણેશોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રીજી ભક્તો ચંદનવનના આ એનામોર્ફિક આર્ટમાંથી બનાવાયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જોવા અને શ્રી ગણેશજીના દર્શન કરવા આવી રહ્યા છે અને ભક્તિ આરાધના સાથે આકર્ષાય પણ જાય છે.