વલસાડ: શહેરમાં તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે તાજિયા જુસુલ શાંતિપૂર્ણ માહોલમાં નીકળતા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમજ પારડી શહેરમાં અને વાપી ડુંગરા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉલ્લાસપૂર્ણ વાતવરણ વચ્ચે જુલૂસ નીકળ્યું હતું.
ઠેર ઠેર શરબત વિતરણ કરાયું: કરબલામાં શહીદ થયેલાની યાદમાં નીકળતા તાજિયા જુલૂસની સાથે જ્યાં જ્યાંથી તાજિયા જુલૂસ પસાર થયાએ તમામ સ્થળે શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જુલુસમાં આવનારા અનેક લોકોએ તેનો લાભ લીધો હતો.
તાજિયાની નીચેથી નીકળવા પાછળ માન્યતા: તાજીયાના જુલુસ દરમિયાન તાજીયાને નીચેથી નીકળવા પાછળ પણ અનેક માન્યતાઓ છે કહેવાય છે કે, રાત્રિ દરમિયાન જો કોઈ ડરી જતું હોય અને ધબકીને જાગી જતું હોય તો એવા લોકોએ તાજીયા જુલુસ જ્યારે પસાર થાય ત્યારે તાજીયાની નીચેથી નીકળી જવું જોઈએ એવી માન્યતાઓ છે ત્યારે નાના બાળકો પણ ડરતા હોય અને અચાનક ઊંઘમાંથી જપકીને જાગી જતા હોય તેવા બાળકોને પણ તાજીયાની નીચેથી પસાર કરવામાં આવે તો આ બીમારી દૂર થાય છે એવી માન્યતા છે જેને લઈને આજે તાજીયા જુલુસ નીકળ્યા બાદ તેની નીચેથી અનેક લોકો પસાર થતા પણ જોવા મળ્યા હતા.
આજથી 1400 વર્ષ પહેલા હઝરત ઈમામ હુસેન અને 72 જેટલા લોકોએ સહાદત વોહરી હતી: આજથી 1,400 વર્ષ પહેલા કરબલાના રણમાં હજરત ઈમામ હુસેન અને 72 જેટલા લોકોએ પોતાની જાનની કુરબાની આપી હતી જેમની યાદમાં દર વર્ષે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મોહરમ પર્વની ઉજવણી નિમિત્તે કલાત્મક તાજીયા બનાવી તેને વિવિધ વિસ્તારમાં ફેરવી જુલુસ કાઢવામાં આવે છે અને બાદમાં તેને નદીના પાણીમાં ઠંડા કરવામાં આવે છે.
પારડી વલસાડ અને વાપી વિસ્તારમાં તાજીયા જુનુસ નીકળ્યા: પારડી શહેરમાં જુમ્મા મસ્જિદ પાસેથી વલસાડ શહેર વિસ્તારમાં તેમજ ડુંગરા ડુંગરી ફળિયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કલાત્મક તાજીયાઓ સાથે ઢોલ નગારા તેમજ નોબત સાથે જુલુસ નીકળ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા આ વિવિધ કરતોબોની સાથે યા હુસેનના નારા સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તાજીયા ઝુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું. વલસાડ જિલ્લામાંથી કુલ 105 જેટલા તાજીયા બનાવવામાં આવ્યા અને તેનું જૂલુસ નીકળ્યું હતું.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: તાજીયા જુલુસ દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે વિસ્તારમાં ફરનાર હતું તે તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અનેક જગ્યાઓ પર પોલીસ કર્મચારીઓ નો પહેરો પણ મુકાયો હતો આ સમગ્ર વ્યવસ્થા ની સમીક્ષા કરવા માટે રેન્જ આઈજી પ્રેમવીર સિંહ પણ વલસાડ શહેરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે આઝાદ ચોક વિસ્તારમાં પસાર થનારા રૂટ ઉપર સમીક્ષા પણ કરી હતી તેમજ મુસ્લિમ અગ્રણીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી.