ETV Bharat / state

રવિ પાક માટે ટેકાના ભાવમાં 8% નો વધારો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ મોકલશે - Gujarat Agricultural Price - GUJARAT AGRICULTURAL PRICE

ગાંધીનગર સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. આ બેઠકમાં વર્ષ 2025-26 ના રવિ પાક માટે 8 થી 8.5% સુધીના ભાવ વધારાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક
ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક (Etv Bharat GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 10, 2024, 10:09 PM IST

Updated : Jun 10, 2024, 10:34 PM IST

ગાંધીનગર: સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2025-26 ના રવિ પાક માટે 8 થી 8.5% સુધીના ભાવ વધારાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર ટેકાના ભાવમાં કેટલો વધારો કર્યો તે જોવું રહ્યું.

કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન: રવી સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠકમાં ખેડૂત આગેવાનો, કિસાનસંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર રહ્યાં હતા. ત્યારે હવે ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ કરશે. રાજ્યોમાં ભાવપંચની ભલામણના આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે.

ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક
ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક (ETV BHARAT GUJARAT)

ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત: ભાવ પંચની બેઠક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત છે. નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવું આયોજન કરાયું છે. ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળી રહે તેવો કેન્દ્ર સરકાર પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે ભૂતકાળમાં એવું જોવા મળતું હતું કે ખેડૂતનો પાક જ્યારે તૈયાર થાય ત્યારે બજારમાં ભાવ ઘટી જતા હતા. તેથી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત જ્યારે પાકનું વાવેતર કરે ત્યારે જ ટેકાનો ભાવ જાહેર કરી દેવામાં આવે છે. તેથી ખેડૂતોનો માલ તૈયાર થઈને બજારમાં આવે ત્યારે જણસીના પુરતા ભાવ મળી રહે છે. સરકાર પણ પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે પાકની ખરીદી કરે છે. ટેકાના ભાવે થતી ખરીદી સંપૂર્ણ રીતે પારદર્શક છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા ખુલ્લા બજારમાં પણ પાકોના ભાવ જળવાઈ રહે છે. આમ ખેડૂતોને ભાવમાં નુકસાન થતું નથી.

રાજ્યના કૃષિ ખાતા દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ: તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2025- 26 ના રવિ પાક માટે કૃષિ ખર્ચ ભાવ પંચ દ્વારા રાજ્ય સરકાર પાસેથી ભલામણ મંગાવવામાં આવી છે. રાજ્યના કૃષિ ખાતા દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવા માટે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી, ખેડૂત પ્રતિનિધિ, કૃષિ ખાતાના અધિકારીઓ અને ખેડૂત નિષ્ણાંતો હાજર રહ્યા હતા. બેઠકમાં ટેકાના ભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ટેકાના ભાવમાં 8 થી 8.5% વધારો: બેઠકમાં 20 kg ઘઉંના રૂપિયા 800, ચણાના રૂપિયા 1400, રાયડાના રૂપિયા 1400, સરસવના રૂ.6000 અને 1 ટન શેરડીના રૂપિયા 6,000 ટેકાનો ભાવ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે. ટેકાના ભાવમાં 8 થી 8.5% વધારો કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

ટેકાના ભાવ અંગે વિસ્તૃત ચર્ચા:રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઇ વર્ષ ૨2024-25 માટે ઘઉં, ચણા, રાયડો અને શેરડી પાકના રાજ્ય કૃષિ ભાવ પંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને મોકલી આપવામાં આવશે.

  1. ઘડુલી-પિંગલેશ્વરના દરિયામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા - Drugs recovered Pingleshwar sea
  2. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ત્રીજી જાહેરાતને આવકારતા સોરઠના ખેડૂતો - PM KISAN SANMAN NIDHI

Last Updated : Jun 10, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.