રાજકોટ: ગત શનિવારે રાજકોટના નાના મવા સ્થિત TRP ગેમ ઝોનમાં પ્રચંડ આગ લાગી હતી જેમાં 28 લોકોના કરૂણ મૃત્યુ થયાં છે. આ ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખામાં ચકચાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાંક લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ત્યાર આ અગ્નિકાંડ પહેલાંના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ છે કે આગ કેવી રીતે લાગી અને પ્રસરી.
TRP ગેમ ઝોનના CCTV ફુટેજ આગ લાગ્યા પહેલાની થોડી સેકેન્ડ પહેલાના છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, નીચેના ફ્લોર પર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, અને નીચે પ્લાઈવુડની કેટલીક શીટોનો પડી છે, વેલ્ડિંગના કામ દરમિયાન શીટો પર તણખા ઝરતા પહેલાં ધુમાડા નીકળે છે પછી અચાનક આગ વઘવા લાગે છે. ધુમાડા નીકળતા સ્ટાફના કેટલાંક માણસો આગ બુઝાવવાનો પ્રયાસ કરે છે,પરંતુ આગ વધારે પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે અને જોત જોતામાં આખું ગેમ ઝોન બળીને ખાખ થઈ જાય છે. જે લોકો સમયસુચકતાના કારણે બહાર નીકળી ગયા તેઓ બચી ગયા પરંતુ જે લોકોને બચવાની તક ન મળી તેમને દર્દનાક મોત મળી. આ આગની દુર્ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે.