ETV Bharat / state

જાણો ડાકોરના ઠાકોરની પુષ્ય નક્ષત્રમાં યોજાતી રથયાત્રા વિશે… - Rath Yatra in Dakor - RATH YATRA IN DAKOR

આ વર્ષે બીજ અને પુષ્ય નક્ષત્ર એક જ દિવસે છે. જેને લઈ યાત્રાધામ ડાકોર ખાતે 7 મી જુલાઈના રોજ 252 મી રથયાત્રા નીકળશે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 8:34 PM IST

ડાકોરના ઠાકોરની પુષ્ય નક્ષત્રમાં યોજાતી રથયાત્રા (Etv Bharat Gujarat)

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાય છે. રાજાધિરાજ રણછોડરાયજી ચાંદીના રથમાં સવાર થઈ નગરયાત્રાએ નીકળે છે.ડાકોરમાં રણછોડરાયજીની રથયાત્રાની શરૂઆત મંદિર સ્થાપના સમયથી જ થઈ છે.આ વર્ષે સાતમી જુલાઈના રોજ રથયાત્રા યોજાનાર છે.ત્યારે જાણીએ ડાકોરમાં યોજાતી રથયાત્રા વિશે…

પુષ્ય નક્ષત્રમાં યોજાય છે રથયાત્રા: ડાકોર ખાતે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાય છે. ભગવાન રણછોડરાયજી મંદિરથી મંગળા આરતી સહિતના પારંપરિક વિધિ વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરયાત્રાએ નીકળે છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી તેમજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં નગરયાત્રા યોજવામાં આવે છે. આ વર્ષે બીજ અને પુષ્ય નક્ષત્ર એક જ દિવસે છે. પુષ્ય નક્ષત્રમાં ભક્તિભાવ સાથે ધામધમપૂર્વક રથયાત્રા નીકળે છે. સવારે નવ વાગ્યે મંદિરના ઘુમ્મટની અંદર ચાંદીના રથનું પૂજન અર્ચન કરી ઠાકોરજીનું અધિવાસન કરવામાં આવે છે. ત્યાંથી પાંચ પરિક્રમા ફેરવી ઠાકોરજીને નીચેની પરિક્રમામાં લાવવામાં આવે છે. પરિક્રમામાં અલગ અલગ કુંજોમાં બિરાજી ઠાકોરજી રથયાત્રાના માર્ગે સુખપાલ, પાલખી,ઘોડા ડંકા નિશાન તેમજ વૈષ્ણવો, ભજન મંડળીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો સાથે નીકળે છે. જે નિયત રૂટ પર ફરી રથયાત્રા નિજ મંદિર પરત ફરે છે. નિજ મંદિરમાં પરત આવે ત્યારે ઇંડી પિંડી કરી ભગવાનની નજર ઉતારવામાં આવે છે. રથયાત્રામાં ફણગાવેલા મગ,જાંબુ અને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

રથયાત્રાની 252 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત: ડાકોરમાં રણછોડરાયજી મંદિરની સ્થાપના સાથે જ રથયાત્રાની શરૂઆત થઈ હતી. ડાકોરના ભક્તરાજ બોડાણા સાથે ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી કારતકી પૂર્ણિમા સંવત 1212માં ડાકોર આવ્યા હતા.ભગવાને બોડાણાના ઘરે પધરામણી કરી હતી.ત્યાર બાદ લક્ષ્મીજીના મંદિરે ભગવાનની સ્થાપના કરાઈ હતી.ત્યાર બાદ વૈષ્ણવ ભકત ગોપાલરાવ તાંબવેકર દ્વારા શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયા બાદ આ નવનિર્મિત મંદિરમાં લક્ષ્મીજી મંદિરના સ્થાનેથી ભગવાન રણછોડરાયની પ્રતિષ્ઠા મહા વદ પાંચમ સંવત 1828 (ઇ.સ.1772)ના રોજ કરવામાં આવી હતી.જે પછી પરંપરા મુજબ 252 વર્ષથી રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.

ચાર વર્ષથી હાથી પર સવારી બંધ કરાઈ: પરંપરાગત રીતે રથયાત્રામાં ચાંદીના રથ સાથે જ ઠાકોરજીની સવારી હાથી પર પણ નીકળતી હતી. પરંતુ વર્ષ 2019 માં રથયાત્રા દરમ્યાન હાથી તોફાને ચઢતા છેલ્લા ચાર વર્ષથી રથયાત્રામાં હાથીની સવારી બંધ કરવામાં આવી છે. હવે ચાંદી અને પિત્તળના રથમાં જ રણછોડરાયજીને બિરાજમાન કરાવી સવારી નીકળે છે. આ વર્ષે બીજ અને પુષ્ય નક્ષત્ર એક જ દિવસે છે:

મંદિરમાં 252 વર્ષ પહેલા રથયાત્રાની શરૂઆત થઈ હતી: ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશભાઈ દવેએ ડાકોરમાં યોજાતી રથયાત્રા બાબતે જણાવ્યુ હતું કે, મંદિરમાં 252 વર્ષ પહેલા રથયાત્રાની શરૂઆત થઈ હતી. સંવત 1212 ની અંદર જ્યારે ભગવાન અહીંયા આવ્યા ડાકોરમાં બિરાજ્યા ત્યારે લક્ષ્મીજી મંદિરમાં રહ્યા. બોડાણાજીની બેઠકમાં રહ્યા, ત્યાર પછી ઠાકોરજીને મંદિરમાં 287 વર્ષ થયા. ત્યાર પછી પરંપરા મુજબ 252 વર્ષથી રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. વિશેષતા એવી છે કે, અષાઢ મહિનાની બીજે આમ તો બધે રથયાત્રા નીકળતી હોય છે પણ ડાકોરની અંદર વર્ષોથી પરંપરા મુજબ રથયાત્રા પુષ્ય નક્ષત્રની અંદર નીકળે છે. ચાલુ વર્ષે બીજ અને પુષ્ય નક્ષત્ર એક જ દિવસે છે. સવારે નવ વાગે અધિવાસન થઈ ઠાકોરજી રથની અંદર બિરાજશે.

  1. પાટણમાં ભગવાનનું ભવ્ય મામેરુ ભરાશે, યજમાન નાયક પરિવારે નગરજનોને આપ્યું આમંત્રણ - Jagannath Rath Yatra 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.