ETV Bharat / state

ચીખલી પોલીસ બની ભાડૂઆતઃ પ્રેમમાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયેલા શખ્સને દબોચ્યો - kidnapping case of minor

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 9:00 AM IST

નવસારીના ચીખલીમાં એક કિશોરીને ભગાડી જવાના મામલે પોલીસે એક શખ્સને યુપીના મેરઠથી દબોચ્યો છે. પ્રેમમાં ઘણીવાર લોકો એ ધ્યાન રાખતા નથી કે સગીર વયમાં અમુક પગલા લેવા કાયદાકીય રીતે પણ ગુનો બને છે. જેને કારણે ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ જાય છે. આવી જ ઘટના ચીખલીમાં સામે આવી છે. kidnapping case of minor

ચીખલી પોલીસે શખ્સને યુપીથી દબોચ્યો
ચીખલી પોલીસે શખ્સને યુપીથી દબોચ્યો (Etv Bharat Gujarat)
પોલીસે કેવી રીતે ઝડપ્યો આરોપીને (Etv Bharat Gujarat)

નવસારી: બે મહિના અગાઉ ચીખલીની સગીરાને લગ્નની લાલચ આપી યુપીના મેરઠ ભગાડી જનાર યુવાનને ચીખલી પોલીસે ભાડૂઆત બની દબોચી લીધો હતો. ભોગ બનનાર યુવતી અને આરોપી યુવાનને નવસારી લાવી પોલીસે પૉસ્કો એક્ટ હેઠળ યુવાનની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

યુવક એન્જિનિયરિંગ ભણતો હતો પણ હવે...

પ્રેમ ક્યારે અને ક્યાં થઈ જાય એ તમે કડી નથી શકતા. યુપીમાં એન્જિનિયરિંગ ભણતો 23 વર્ષીય ગૌરવ ઉર્ફે સૂરજ નંદકિશોર કશ્યપ પિતાને મદદરૂપ થવા નવસારીના ચીખલી આવતો અને અહીં તેની આંખ સ્થાનિક સગીરા સાથે ચાર થઈ ગઈ હતી. ગૌરવે સગીરા સાથે પ્રથમ મિત્રતા કેળવી અને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. બાદમાં તેની સાથે મેસેજ તેમજ ફોન ઉપર વાત કરતો હતો. બંને વચ્ચે વાતચીત વધી અને ગૌરવે સગીરાને લગ્નની લાલચ આપી હતી.

ગૌરવ યુપીના મેરઠમાં રહેતો હતો અને સગીરા નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી હતી. ગૌરવના પ્રેમમાં સગીરા એટલી ગાંડી થઈ ચૂકી હતી કે તે ગત 8 જૂનના રોજ ચીખલીથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગઈ હતી. મનોજ સાથે સતત સંપર્કમાં રહી સગીરા દિલ્હી સુધી પહોંચી ગઈ હતી, જ્યાંથી ગૌરવ સગીરાને દિલ્હીથી મેરઠ લઈ ગયો હતો. બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેની શોધખોળ થઈ હતી અને અંતે ચીખલી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. સગીરાને લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો હોવાની શંકા પણ તેની માતાએ વ્યક્ત કરતા પોલીસે ટેકનિકલ સર્વેલેન્સને આધારે બે મહિનામાં જ ગૌરવ કશ્યપનું પગેરું શોધી કાઢ્યું હતું.

પોલીસે કર્યો વેશપલટો

પોલીસની એક ટીમ મહિલા કોન્સ્ટેબલ સાથે મેરઠ પહોંચી હતી અને ગૌરવ તથા સગીરા જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાં વેશ પલટો કરી, ભાડૂઆત તરીકે રહેવા માટેની પૂછપરછ કરી સગીરા અને ગૌરવ ત્યાં જ હોવાની ખાતરી કરી હતી. બાદમાં પોલીસ બંનેને પકડી નવસારી લઈ આવી હતી. પોલીસ ચીખલી પોલીસ મથકમાં તેની માતાની ફરિયાદને આધારે ગૌરવ કશ્યપ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેના માતા પિતાને સોંપી છે. જ્યારે આરોપી ગૌરવ કશ્યપને નવસારી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં

નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ચીખલી પોલીસ સ્ટેશનમાં સગીરાની ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો હોવાની શંકા તેની માતાએ વ્યક્ત કરી હતી. તેથી પોલીસે ટેકનીકલ સર્વેન્સને આધારે બે મહિનામાં જ ગૌરવ કશ્યપનું પગેરું શોધી કાઢી સગીરા સહિત બંનેને નવસારી લઈ આવી હતી. જેમાં ચીખલી પોલીસ મથકમાં તેની માતાની ફરિયાદને આધારે ગૌરવ કશ્યપ નામના ઈસમ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, આ સાથે સગીરાનું મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેના માતા પિતાને સોંપવામાં આવી છે. હાલ આરોપી ગૌરવ કશ્યપને નવસારી કોર્ટમાં રજૂ કરાતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

  1. કરિયાણું અને ફ્રુટ વિતરણ કરી ઉજવ્યો સ્વતંત્રતા દિવસ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સહિત વલસાડમાં ઉજવણી - Independence Day 2024
  2. ચરસ શોધવા સુરત પોલીસ લાગી દરિયા કિનારો ફેંદવા, બિનવારસી ચરસનો જથ્થો મળ્યા બાદ વધારી સક્રિયતા - Surat police Searching for charas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.