ETV Bharat / state

Video: ગુજરાતમાં દારૂ ઘૂસાડવા આવું ભેજું દોડાવ્યું, રાજસ્થાનની પીકઅપ બોલેરો પહોંચી ગઈ રાજકોટ પણ છેલ્લે... - Liquor seized in Rajkot - LIQUOR SEIZED IN RAJKOT

ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે. પણ બુટલેગર્સ ગેરકાયદેસર રીતે દારુ રીતે અવનવા કિમિયા કરીને રાજ્યમાં દારુ ઘૂસાડતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બન્યો છે. પોલીસે રાજસ્થાન પાર્સિંગ વાળી બોલેરોમાંથી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. Liquor seized in Rajkot

બુટલેગરોએ અપનાવ્યો નવતર કિમિયો. પોલીસે બોલેરોમાંથી દારુ ઝડપી પાડ્યો
બુટલેગરોએ અપનાવ્યો નવતર કિમિયો. પોલીસે બોલેરોમાંથી દારુ ઝડપી પાડ્યો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2024, 6:32 PM IST

Updated : Oct 2, 2024, 10:24 PM IST

રાજકોટ: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે. પણ બુટલેગર્સ ગેરકાયદેસર રીતે દારુ રીતે અવનવા કિમિયા કરીને રાજ્યમાં દારુ ઘૂસાડતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બન્યો છે. શહેરના કુવાડવા રોડ પર પેટ્રોલીંગ કરી રહેલી PCB શાખાએ બાતમીના આધારે કુવાડવા રોડ ડી-માર્ટની સામેથી એક રાજસ્થાન પાર્સિંગની બોલેરો પીકઅપ વાહન નીકળતા તેમની તલાશી લેતા સૌ પ્રથમ સ્ટાફને કાંઇ મળ્યું નહતું. પરંતુ સ્ટાફને વાહનમાં રહેલા પતરાના ટીપણાની અંદર ટીપણું અને તેની અંદરથી દારૂના બોક્સ મળી આવ્યા હતા.

પોલીસે દારુનો જથ્થો કબ્જે કર્યો: દારૂનો જથ્થો જોઇ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી અને 720 જેટલી દારુની બોટલો કબ્જે કરી 2 શખ્સને ઝડપી પાડયા હતા. જેમાં PCB શાખાના પી.આઇ. એમ.આર. ગોંડલીયાની જણાવ્યા મુજબ એમ.જે.હુણ, પી.બી. ત્રાજીયા, કરણ મારુ, વિજય મેતા અને યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફે બાતમીના આધારે કુવાડવા ડી-માર્ટની સામેથી એક રાજસ્થાની પાર્સિંગની બોલેરો પીકઅપ વાહન રોક્યું હતું. બોલેરો પીકઅપ વાનમાં બેઠેલા બન્ને શખ્સોની પૂછપરછ કરતા રાજેશચંદ્ર અંબાલાલ સાલવી અને ભવરલાલ જગદીશલાલ લોહાર હોવાનું જણાવ્યું હતું.

બુટલેગરોએ અપનાવ્યો નવતર કિમિયો. પોલીસે બોલેરોમાંથી દારુ ઝડપી પાડ્યો (Etv Bharat gujarat)
બુટલેગરોએ અપનાવ્યો નવતર કિમિયો. પોલીસે બોલેરોમાંથી દારુ ઝડપી પાડ્યો
બુટલેગરોએ અપનાવ્યો નવતર કિમિયો. પોલીસે બોલેરોમાંથી દારુ ઝડપી પાડ્યો (Etv Bharat gujarat)

પોલીસે રુ. 5.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: ગાડીની તપાસ કરતા લેતા ગાડીમાં રહેલ ટીપણા જોતા સૌ પ્રથમ કાંઇ જોવા મળ્યું નહતું. ત્યાર બાદ સાથે રહેલા સ્ટાફે બોલેરોની ઉપર ચઢી ટીપણા અંદર રહેલા તમામ ટીપણા જોતા દારૂની બોટલના બોક્સ મળી આવ્યા હતા. આ જોઇ પોલીસ સ્ટાફ પણ આશ્ચર્યમાં પડી ગયો હતો. તેમજ આરોપીઓ પાસેથી 720 દારૂની બોટલ સહિત રુ. 5.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો રાજકોટના શખ્સે મંગાવ્યો હોવાનું જાણવા મળતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. છેલ્લા 5 વર્ષમાં AMC સામે થયા 60 કેસ, બધામાં AMC ને મળી હાર - COURT CASE AGAINST AMC
  2. 161 પ્રજાતિઓના પક્ષીઓનું સ્વર્ગ એટલે કચ્છ, શું કહે છે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ જાણો... - BIRD DIVERSITY REPORT 2023 24

Last Updated : Oct 2, 2024, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.