જૂનાગઢ: આજથી વિક્રમ સંવત 2081 નું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને જૂનાગઢવાસીઓએ નવા વર્ષની શરૂઆત કરી છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય વિશ્વમાં ભાઈચારો અને એકતા બની રહે તે માટે પણ ખાસ વિશેષ દર્શન કરીને શિવભક્તોએ નવા વર્ષની શરૂઆત કરી છે.
નવા વર્ષની શરૂઆત દેવ દર્શનથી: આજથી વિક્રમ સંવંત નું 2081 નું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને શિવભક્તોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી છે. સામાન્ય રીતે નવા વર્ષની શરૂઆત દેવ દર્શનથી કરવાની એક પરંપરા અનેક સદીઓથી ચાલતી આવે છે.
આ વર્ષે પણ ભવનાથમાં બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને જૂનાગઢ વાસીઓએ વિક્રમ સંવત 2081 ના નવા વર્ષની શરૂઆત કરી છે. ભગવાન ભોળાનાથ સૌ કોઈને મદદરૂપ થાય દીર્ઘ આયુષ્ય મળે અને સુખ શાંતિ સાથે જીવન પસાર થાય તેવી આજે વર્ષના પ્રથમ દિવસે મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી.
સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કરાઇ પ્રાર્થના: વિક્રમ સંવત 2081 ના નવા વર્ષની શરૂઆતની સાથે જ શિવ ભક્તોએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વમાં ભાઈચારો અને કોમી એકતાનું વાતાવરણ વધુ પ્રબળ બને, સૌ કોઈને સમસ્યામાંથી મુક્તિ મળે અને સમગ્ર વિશ્વ શાંતિના માર્ગે પ્રસ્થાપિત થાય. તે માટે આજે નવા વર્ષે વિશેષ પ્રાર્થના કરીને વિક્રમ સંવતના નૂતન વર્ષની શરૂઆત કરી છે. ભવનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત દેવદર્શનથી થતી હોય છે. તે મુજબ જૂનાગઢવાસીઓએ ઇષ્ટદેવના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે.
આ પણ વાંચો: