ETV Bharat / state

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ 70 ટકા ભરાયો, સંપૂર્ણ સપાટીથી 7 મીટર જ દૂર - Sardar Sarovar dam Water level

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 12:03 PM IST

ગુજરાતની જીવાદોરી ગણતા સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી ગઈ છે. તેમજ ડેમમાંથી ૨૮,૪૬૪ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. ડેમની સંપૂર્ણ સપાટી હવે માત્ર 7 મીટર જ દૂર છે. Sardar Sarovar dam Water level risen

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ 70 ટકા ભરાયો (ફાઈલ તસ્વીર)
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ 70 ટકા ભરાયો (ફાઈલ તસ્વીર) (Etv Bharat Gujarat)

નર્મદા: દક્ષિણ ગુજરાતમાં અવિરત પડેલા વરસાદે જિલ્લાના અનેક જળાશયોને છલોછલ કરી દીધા છે, ત્યારે રાજ્યની જીવાદોરી ગણતા સરદાર સરોવર ડેમમાં પણ વ્યાપક પ્રમાણમાં નવાનીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે પણ સરદાર સરોવર ડેમની જળસપાટી વધવા લાગી છે. પરિણામે સરદાર સરોવર ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઈ છે.

ડેમની સપાટી 128 મીટરને પાર: વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે. તા. ૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ હતી.

ડેમ 70 ટકા ભરાયો: સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમ દ્વારા જણાવાયું છે.

  1. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ, ૨૦૬ જળાશયોમાં 35 ટકાથી વધુ પાણી - Narmada Dam water capacity
  2. નર્મદાના માંડણ ગામે ચોમાસામાં સુંદર ઝીલનું થાય છે નિર્માણ, પ્રવાસન સ્થળ બને તેવી પ્રવાસીઓની માંગ - beautiful lake of village of Mandan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.