ETV Bharat / state

નશીલા પદાર્થોથી શ્રમિકનું પેટ ફૂલી ગયું, સ્મીમેર હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન - Doctors revived the patient

સુરત શહેરના ભટારમાં રહેતા શ્રમિકનું કેફી દ્રવ્યોના સેવનથી તેનું પેટ માટલાની જેમ ફૂલી ગયું હતું. અસહ્ય દુખાવા શ્રમિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયો હતો. સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી કરીને શ્રમિકને પીડામાંથી છૂટકારો અપાવ્યો હતો.Doctors revived the patient

નશીલા પદાર્થોથી શ્રમિકનું પેટ ફૂલી ગયું, સ્મીમેર હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન
નશીલા પદાર્થોથી શ્રમિકનું પેટ ફૂલી ગયું, સ્મીમેર હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 6:22 PM IST

સુરત: શહેરના ભટારમાં રહેતા શ્રમિકનું કેફી દ્રવ્યોના સેવનથી તેનું પેટ માટલાની જેમ ફૂલી ગયું હતું. અસહ્ય દુખાવા શ્રમિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયો હતો. સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી કરીને શ્રમિકને પીડામાંથી છૂટકારો અપાવ્યો હતો. દૂરબીન (લેપ્રોસ્કોપી)થી ઓપરેશન કરી સ્વાદુપિંડમાંથી 42x30 સેમીની પાણી ભરેલી ગાંઠ કાઢવામાં આવી હતી. સાડા 3 કલાક લાંબી સર્જરી કરીને તબીબોએ દર્દીને સ્વસ્થ કર્યો તેમજ નશાથી પરિવારનું ભાવિ અંધકારમય બને એ દર્દીને પ્રેરણા આપી હતી તેમજ દર્દીએ જીવનમાં ક્યારેય નશો ન કરવાની ખાતરી આપી હતી. ખાનગી હોસ્પિટલમાં રૂ. 2 લાખનો ખર્ચ થાય તેમ હતો. ત્યારે શ્રમિકનું ઓપરેશન સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે થયું જેથી દર્દીને મોટી આર્થિક રાહત થઈ છે.

શ્રમિકને 6 થી 7 વર્ષથી નશાની લત હતી: તાપી જિલ્લાના વ્યારાનો વતની અને ભટારમાં રહી દૈનિક મજૂરી કામ કરતો 29 વર્ષીય અમિત ગામીત છેલ્લા 6-7 વર્ષથી કેફી દ્રવ્યોના સેવનની લત લાગતા વ્યસનનો આદી બની ગયો હતો. મહિનાની મોટાભાગની કમાણી નશામાં ઉડાવી દેતો હતો. સતત નશાના કારણે તેનું પેટ ફૂલી ગયું હતું. જેના કારણે સતત ઉલ્ટી કરવી, શ્વાસ લેવામાં તકલીફ, બેચેની, બેકપેઈન, અનિંદ્રા જેવી બિમારીઓથી પીડાઈ રહ્યો હતો. છેલ્લા 6 મહિનાથી આવી સમસ્યાઓના કારણે મજૂરી કામ પણ કરી શકતો ન હતો, પરિણામે તેનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું અને તે બેરોજગાર બની ગયો હતો.

લેપ્રોસ્કોપીથી સફળતાપૂર્વક ઓપરેશન પાર પડાયું: સ્મીમેર મેડિકલ કોલેજના પ્રોફેસર અને સ્મીમેર હોસ્પિટલના સિનીયર કન્સલ્ટન્ટ સર્જન ડો. હરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, સર્જરી વિભાગમાં અમિતનું ડાયગ્નોસિસ કરાયું અને સર્જરીની જરૂર પડતા દૂરબીન (લેપ્રોસ્કોપી)થી સફળતાપૂર્વક ઓપરેશન કરી પીડામાંથી મુક્ત કર્યો છે. તેના સ્વાદુપિંડમાંથી 42x30 સેમીની પાણી ભરેલી ગાંઠ કાઢવામાં આવી હતી. જેમાં 1.90 લીટર ગંદુ પાણી જમા થયું હતું. આ મોટી ગાંઠ અને તેમાં રહેલા પાણીના કારણે તેનું પેટ માટલાની માફક ફૂલી ગયું હતું. કુલ 10 દિવસ હોસ્પિટલમાં સઘન સારવાર આપ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા પેટ પૂર્વવત થયું હતું, અને ઉલ્ટી, બેચેની, બેકપેઈન, અનિંદ્રા જેવી તમામ સમસ્યાઓનું નિવારણ થતા હોસ્પિટલેથી રજા આપવામાં આવી છે.

અમિતે નશીલી ચીજોને હાથ ન લગાડવાનું વચન આપ્યું: ડો.ચૌહાણે ઉમેર્યું કે, અમે તેને સ્વસ્થ કર્યો ત્યારે અમિત આભાર માનતા થાકતો ન હતો, ત્યારે સર્જરી કરનાર તબીબી ટીમે તેને ક્યારેય નશીલા દ્રવ્યોનું સેવન ન કરવાનું વચન માંગ્યું હતું, જેથી અમિતે પોતાના પરિવારજનો, પુત્રોના સોગંદ ખાઈને આજ પછી ક્યારેય નશો ન કરવાનું, નશીલી ચીજોને હાથ ન લગાડવાનું વચન આપ્યું હતું. શ્રમિક અમિતને 7 અને 5 વર્ષના બે પુત્રો છે, જેથી બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે નશાથી દૂર રહેવા સમજાવતા તેણે ભૂલ સ્વીકારી જીવનમાં સીધા માર્ગે આગળ વધવાનું વચન આપ્યું હતું. સ્મીમેર હોસ્પિટલની ટીમને દર્દીને સ્વસ્થ કરવાનો આનંદ છે જ, પરંતુ નશાની ચુંગાલમાંથી મુક્ત કરવાનો પણ વિશેષ આનંદ અને સંતોષ છે.

સ્મીમેર હોસ્પિટલમાં દર્દીને નવજીવન મળ્યું: દર્દી અમિતે સ્મીમેરના ડોક્ટરોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, પેટમાં સતત દુ:ખાવો રહેતા મેં બે-ત્રણ નાના દવાખાનાઓમાં બતાવ્યું હતું, ઘણી દવાઓ લીધી પણ કોઈ ફરક ન પડ્યો. નાણાભીડના કારણે મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકું એવી મારી સ્થિતિ ન હતી. એવામાં મારા એક સગાએ સ્મીમેર હોસ્પિટલમાં જવાનું સૂચવ્યું હતું. જેથી 10 દિવસ પહેલા ફૂલેલા પેટ સાથે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો અને અહીં મને નવું જીવન મળ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે, એમ જણાવી નશાના દુષ્કર પરિણામો આવે છે, જેથી ડોકટરોની પ્રેરણાથી હવેથી વ્યસનોને ત્યજી દીધા હોવાનું જણાવ્યું હતું. ડો. હરીશ ચૌહાણની આગેવાનીમાં ડો.મિલન ભીંગરાડિયા, ડો.આકાશ કાનુન્ગા સહિત રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફની મદદથી દર્દીનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

  1. વડોદરા શહેરમાં કોલેરાનો રોગચાળો ફાટ્યો, કોલેરાના કેસો વધતા લોકોમાં ડરનો માહોલ - Cholera cases reported in Vadodara
  2. રાજકોટમાં કોલેરાનો વધુ એક કેસ ડિટેકટ થયો, આરોગ્ય વિભાગે ઘરે ઘરે સર્વેલન્સ હાથ ધર્યું - Cholera case reported in Rajkot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.