જુનાગઢ: ચૂંટણીના સમયમાં ઇલેક્ટ્રોલ બોન્ડ હવે ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોરલ બોન્ડને લઈને જે રીતે આકરું વલણ દાખલ થયું છે તેને લઈને હવે કોંગ્રેસ ખુલીને સત્તાધારી પક્ષ ભાજપ સામે બાંયો ચડાવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બેંક દ્વારા જે વિગતો આપવામાં આવી છે તેમાં ઇલેક્ટ્રરોલ બોન્ડ મારફતે ભાજપને માતબર કહી શકાય તે પ્રકારનું દાન મળ્યું છે તેની તપાસ સુપ્રીમ કોર્ટના કોઈ સીટીંગ જજની બનેલી સીટ દ્વારા કરવામાં આવે તેવી માંગ જુનાગઢ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
ઇલેક્ટ્રોલ બોન્ડ પર કોંગ્રેસના પ્રહારો: ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને ભાજપ સામે કોંગ્રેસ બાયો ચડાવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બેંક દ્વારા જે વિગતો ચૂંટણી પંચને આપવામાં આવી છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં કંપનીઓ દ્વારા ભાજપને દાન મળ્યું હોવાની વિગતો સામે આવી છે જેને લઈને કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ સામે બાંયો ચડાવી છે. ભાજપ કંપનીઓને ઇન્કમટેક્સ સહિત અન્ય એજન્સીઓ દ્વારા ડરાવી ધમકાવવી તેમજ તેના પર કેસ કરી, આવી કંપનીઓ પાસેથી માતબર રકમનું દાન ઇલેક્ટ્રરોલ બોન્ડ દ્વારા મેળવી રહી છે તેવો સનસનીખેજ આક્ષેપ જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ ભાજપ પર લગાવ્યો છે અને સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટના કોઈ સીટીંગ જજની આગેવાનીમાં સ્પેશિયલ તપાસ ટીમની રચના થાય તેવી માંગ પણ કરી છે.
ઈલેક્ટ્રોલ બોન્ડ મારફતે દાન ભેગું કરવાની નીતિ: વર્ષ 2014માં ભાજપની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ સતત ઉદ્યોગપતિઓને કોઈ પણ બહાને ડરાવી ધમકાવીને કે એજન્સીઓ દ્વારા રેડ કરાવીને તેમની પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રોલ બોન્ડ મારફતે દાન ભેગું કરવાની નીતિ ભાજપે અખત્યાર કરી છે કેટલાક ઉદ્યોગ ગૃહોને સીધો ફાયદો પહોંચાડવાના બદલામાં પણ ભાજપ ચૂંટણી ફંડ એકત્ર કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ લગાવ્યો છે. બેંક દ્વારા ઈલેક્ટ્રોલ બોન્ડને લઈને જે વિગતો સામે આવી છે તેમાં ભાજપને આશ્ચર્યજનક રીતે તમામ કંપનીઓ દ્વારા મતબર કહી શકાય તેવું હજારો કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે. જેમાંથી કેટલીક કંપનીઓ સામે પહેલા એજન્સીઓ દ્વારા તપાસ અને રેડ કરવામાં આવી હતી ત્યાર બાદ આવી કંપનીઓએ બેંકમાંથી ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદીને ભાજપને દાન આપ્યું છે તેવો આક્ષેપ પણ મનોજ જોશીએ કર્યો છે.