અમદાવાદ: શુક્રવારે અભિનય દેવ નિર્દેશિત ફિલ્મ 'SAVI' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે દર્શકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. દિવ્યાના આકર્ષક અભિનયએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, તો અનિલ કપૂરની એક્ટિગના પણ સૌ ફેન્સે ભરપૂર વખાણ કરી રહ્યા છે. અભિનય દેવની સ્માર્ટ સ્ટોરીટેલિંગ પણ આ ફિલ્મમાં દર્શકોને જકડી રાખે છે. દિવ્યા સિવાય આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં એક મહિલાના સંઘર્ષની કહાની: 'SAVI' ફિલ્મ કહાણીની વાત કરીએ તો એક મહિલાની તેના પતિને બચાવવાનો પ્રયાસ કરતી સફર દર્શાવે છે. એક માતા અને ગૃહિણી તરીકે તે બહાદુરીપૂર્વક અનેક અવરોધો સામે લડે છે. ફિલ્મમાં દિવ્યા ખોસલાના પાત્રનું નામ સવી છે. જેમાં દિવ્યા ખોસલાએ ખૂબ જ સારું પાત્ર ભજવ્યું છે. દિવ્યા ખોસલાએ ફિલ્મમાં કોઈ મેક-અપ કર્યો નથી. અને દિવ્યાએ આખી ફિલ્મ માત્ર ત્રણ જોડી કપડાંમાં શૂટ કરી હતી.
ફિલ્મ સ્ત્રી શક્તિ દર્શાવે છે: 'SAVI' અ બ્લડી હાઉસવાઈફમાં તમને માત્ર એક્શન અને થ્રિલર જ જોવા નહીં મળે. બલ્કે, તમને આવી દર્દનાક વાર્તા જોવા મળશે. જે તમને એ વાતથી વાકેફ કરશે કે એક મહિલા પોતાનું ઘર કેટલી સારી રીતે ચલાવી શકે છે. અને જો તેના પરિવાર પર કોઈ આફત આવે તો તે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ સ્ત્રી શક્તિ દર્શાવે છે.
T-SERIESના બેનર હેઠળ ફિલ્મ: વિશેષ ફિલ્મ્સ અને ટી-સિરીઝના બેનર હેઠળ મુકેશ ભટ્ટ, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા અભિનય દેવ ફિલ્મ, 'SAVI' નિર્મિત છે. શિવ ચનાના અને સાક્ષી ભટ્ટ સહ-નિર્માતા તરીકે જોડાયા છે. સામાન્ય ગૃહિણીની આવા જોખમી મિશનને આગળ ધપાવવા પાછળની વાર્તા શું છે અને તે સફળ થાય છે કે કેમ તે જાણવા માટે તમારી નજીકના થિયેટરોમાં જાવ.