ETV Bharat / state

Tapi Accident: તાપીમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરીવારને ગમખ્વાર અકસ્માત નળ્યો - accident returning from wedding

તાપીમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરીવારને ગમખ્વાર અકસ્માત નળ્યો હોય તેવી ઘટના સામે આવી છે. ઘટનામાં એક મહિલાનું મોત થવા પામ્યું હતું જયારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

the-family-met-with-an-accident-while-returning-from-a-wedding-in-tapi

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2024, 8:58 PM IST

લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરીવારને ગમખ્વાર અકસ્માત નળ્યો

તાપી: લગ્ન પ્રસંગમાંથીપરત ફરતા પરીવારને ગમખ્વાર અકસ્માત નળ્યો હોય તેવી ઘટના સામે આવી છે. નિઝર મુંબારકપુર ગામની સીમમાં ઉચ્છલ નિઝર હાઈવે પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરિવાર મારુતી સુજુકી કંપનીની ફોરવીલ કારમાં કુલ ચાર લોકો સવાર થઈ જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં એક મહિલાનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા પોહોચી હતી.

પરીવારને ગમખ્વાર અકસ્માત નળ્યો: અકસ્માતમાં મૃતક તરીકે સુનંદા તંબોલીની ઓળખ થઇ છે જયારે ઘટનામાં ઈજા પામનારની ઓળખ સંતોષ તંબોલી, કવિતા તંબોલી અને અનિતા તંબોલી તરીકે થવા પામી છે. તેઓ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પોતાના મૂળ વતન કુકરમુંડા પરત ફરતી વખતે કોઈક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. નિઝર પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અજાણ્યા ટ્રકચાલક વિરૂદ્ધ નીઝર પોલીસ દ્વારા ઈ.પી.કો કલમ 279, 304(a) 337, 338 તથા એમ.વી એક્ટની કલમ 134, 177, 184 મુજબનો ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.

નિઝર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. હઠીલાએ ટેલીફોનીક માહિતી આપતા જણાવ્યું હતું કે નિઝરના મુબારક પૂરા ગામની સીમમાં એક પરિવાર ફોર વ્હીલ ગાડીમાં લગ્ન પ્રસંગમાંથી પરત થઈ રહ્યુ હતું ત્યારે અજાણ્યાં ટ્રક ચાલકે પુર ઝડપે ગાડીમાં ટક્કર મારી અને સ્થળ પરથી ભાગી ગયેલ છે. ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. નિઝર પોલીસ દ્વારા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કામગીરી કરવામાં આવી રહી છે.

  1. Ahmedabad: કારમાં બેસેલી વ્યક્તિના સાથળમાં BRTSની રેલિંગનો સળીયો ઘૂસી ગયો, કટરથી કાપ્યો...
  2. Harani Boat Accident: ચકચારી હરણી તળાવ દુર્ઘટનાના 3 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.