ETV Bharat / state

ભરુચમાં સામુહિક આત્મહત્યાની ઘટના બની, પતિ-પત્ની અને દિકરાનું થયું મોત જાણો શું છે કારણ? - The family committed suicide

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 4:57 PM IST

ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો. રેલ્વે પોલીસે મૃતદેહોનો કબ્જો લઇને પીએમ અર્થે મોકલી આપેલ છે.THE FAMILY COMMITTED SUICIDE

ભરૂચ રેલવે કોલોનીમાં એક પરિવારની સામુહિક આપઘાતની ઘટના
ભરૂચ રેલવે કોલોનીમાં એક પરિવારની સામુહિક આપઘાતની ઘટના (Etv Bharat gujarat)

ભરૂચ: રેલ્વે કોલોનીમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે. પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાની તપાસ શરુ કરી છે. ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાઇ ગયો છે.

પરિવારનો સામુહિક આત્મહત્યાની ઘટના: ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતિન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ જતિને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

રેલ્વે કર્મચારીની પત્નીના હતા આડા સંબંધો: આપઘાત કરતા પૂર્વે જતિને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો જેમાં તમામ હકીકત દર્શાવી હતી જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.આ મામલામાં મૃતક તૃપલના અન્ય વ્યક્તિ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જતિને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલા વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે.જતિનની પત્નિ તૃપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સબંધ હતા જે બાબતે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

રેલ્વે પોલીસે મૃતદેહનો કબ્જો લઇને પીએમ માટે મોકલાવ્યો: ગત રોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વ્હાલુ કરી લીધુ હતુ. પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોડી રાત્રે પોલીસને જાણ કરવામાં આવતા એક મકાનમાં એક મહિલા અને એક બાળકની મોત થયા હોવાના જાણકારી મળતા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા ઘરની અંદર તપાસ કરતા એક મહિલા અને એક બાળકની લાશ મળી આવેલ હતી જેનો રેલવે પોલીસે કબજો મેળવી પીએમ માટે મોકલી આપવામાં આવેલ છે. પીએમ રિપોર્ટ બાદ મોતના કારણો અંગેનો ખુલાસો થશે.

  1. કચ્છની મહિલા જેણે આવડતને બનાવી આજીવિકાનું સાધન, 120 મહિલાઓને કરી આત્મનિર્ભર - A self reliant woman
  2. "અમને ડોક્ટર બનવા દો": GMERS ની એક વર્ષની ફી માં વધારો થતાં રાજકોટના વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન - GMERS one year fee hike

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.