જૂનાગઢ: ગીર સોમનાથ જિલ્લામાં ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 4 કલાક સુધી ચાલેલી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન 2 કિલોમીટર વિસ્તારમાં આવેલી સરકારની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની વર્તમાન બજાર કિંમત 300 કરોડ કરતાં વધુ થવાને અંદાજ જિલ્લા વહીવટી તંત્રએ આંક્યો છે. દબાણ હટાવવાને લઈને જિલ્લા કલેકટર અને પોલીસવડા એ પણ તેમનો પ્રતિભાવ આપ્યો છે.
ડેમોલિશનને લઈને વહીવટી તંત્રનો પ્રતિભાવ: વહેલી સવારે 5 કલાકે સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન શરૂ કરાયું હતું. 4 કલાક ચાલેલી કામગીરી દરમિયાન 45 જેટલા દબાણો દૂર કરાયા છે. જેમાં 9 દબાણો ધાર્મિક હોવાનું પણ સામે આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 કિલોમીટરના વિસ્તારમાં 102 એકર સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ખુલી થયેલી જમીનની વર્તમાન બજાર કિંમત 320 કરોડની આસપાસ થવાનો અંદાજ જિલ્લા કલેકટરે માધ્યમોને આપેલા પ્રતિભાવોમાં આપ્યો છે.
20 દિવસથી ચાલતી હતી કામગીરી: સોમનાથ જિલ્લા કલેકટર ડી. ડી. જાડેજાએ ડિમોલિશન કામગીરીને લઈને તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, પાછલા 20 દિવસથી લઈને સરકારી કામગીરી શરૂ કરવામાં આવી હતી. 20 દિવસ પહેલા તમામ દબાણકારોને 15 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. 15 દિવસ પૂર્ણ થયા બાદ પણ દબાણકારો એ દબાણ દૂર નહીં કરતા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર પંચનામું કરીને દબાણોને દૂર કરવાની અંતિમ નોટિસ આપી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે 5 કલાકે તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી.
પોલીસવડાએ આપ્યો પ્રતિભાવ: સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ડિમોલિશન બાદ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું કે, ડિમોલિશન કરતા પૂર્વે ગઈકાલે રાત્રિના સમયે કેટલાક લોકો એકઠા થયા હતા. જેને સમજાવવા માટે પોલીસ અને વહીવટી તંત્રને થોડો સમય લાગ્યો હતો. ત્યારબાદ જે લોકો સરકારી કામગીરીમાં અડચણરૂપ હતા. તેવા તમામ લોકોને કાયદાકી રીતે સમજાવીને ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવનાર હતું. તેના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને સીલ કરીને 4 કલાકના સમયગાળા દરમિયાન 102 એકર સરકારી જમીનમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: