જૂનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ઘઉં ચણા સહિત શિયાળુ પાકોના ન્યૂનતમ ખરીદ મૂલ્યની જાહેરાત કરી છે. જેને સૌરાષ્ટ્રના ખેડૂતો મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી સાથે સરખાવીને રાજકીય જાહેરાત માની રહ્યા છે. ચૂંટણીના સમયે કેન્દ્ર સરકાર દ્વારા MSP જાહેર કરાતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ પાછલા ઘણા વર્ષોથી MSPને લઈને માંગ કરી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી ખેડૂતોને MSP આપી નથી. જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં સરકારની જાહેરાત છતાં પણ રોષ જોવા મળે છે.
કેન્દ્ર સરકારની MSP જાહેરાત રાજકીય: કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચણા સહિત શિયાળુ પાકો માટેની ન્યૂનતમ ખરીદ મૂલ્યની જાહેરાત કરી છે. જેને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા પૂર્વે જ કેન્દ્ર સરકારે શિયાળુ પાકોમાં ન્યૂનતમ ખરીદ મૂલ્યની જાહેરાત કરીને આ વિસ્તારના ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે. જેને લઈને MSPની જાહેરાત એકમાત્ર રાજકીય હોવાનું સૌરાષ્ટ્રના ખેડૂતો જણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોની માંગ: પાછલા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રના ખેડૂત મગફળી કપાસ સહિત અન્ય શિયાળુ પાકોમાં ન્યૂનતમ ખરીદ મૂલ્યમાં વધારો થાય તે માટેની માંગ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના ખેડૂતો મગફળી કપાસ સહિત અન્ય પાકોમાં ન્યૂનતમ ખરીદ મૂલ્ય કરતાં ઓછા ભાવે કૃષિ પેદાશોના બજાર ભાવ મળી રહ્યા છે. જેના કારણે તેઓ કેન્દ્ર સરકારની આ જાહેરાતને એકમાત્ર રાજકીય ગણાવી રહ્યા છે.
ઘઉં અને ચણાના ખરીદ મૂલ્યમાં વધારો: કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચણા સહિત અન્ય શિયાળુ પાકોના ન્યૂનતમ ખરીદ મૂલ્યો જાહેર કર્યા છે. જે મુજબ ઘઉંમાં ગત વર્ષે 2275 ન્યૂનતમ ખરીદ મૂલ્ય જાહેર કરાયું હતું. જેમાં 150 રૂપિયાનો વધારો કરીને 2425 રૂપિયા જાહેર કરાયા છે. તેવી જ રીતે ચણામાં 5440 ગત વર્ષે ન્યૂનતમ ખરીદ મૂલ્ય જાહેર કરાયું હતું. જેમાં 210 રૂપિયાનો વધારો કરીને રુ. 5650 જાહેર કર્યા છે.
સૌરાષ્ટ્રમાં ઘઉંનો પાક સારો થયો હતો: સરકારની આ જાહેરાતને સૌરાષ્ટ્રના ખેડૂતો એકદમ રાજકીય ગણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઘઉંનો ખૂબ સારો પાક થયો હતો. પરંતુ તે સમયે ન્યૂનતમ ખરીદ મુલ્ય જાહેર ન કરાતા ખેડૂતોએ ગુણવત્તાયુક્ત ઘઉં અને ચણાને ખૂબ જ ઓછા ભાવે વેચવાની ફરજ પડી હતી. આવી પરિસ્થિતિમાં ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારની એમએસપીની નવી જાહેરાત એકદમ રાજકીય હોવાનો પ્રતિભાવ ખેડૂતો આપી રહ્યા છે.
આ પણ વાંચો: