ETV Bharat / state

બીલીમોરામાં ખુલ્લા નાળામાં ગરકાવ થયેલ 6 વર્ષની બાળકીનો મૃતદેહ 21 કલાક બાદ મળ્યો - girl body found after 21 hours

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 6:07 PM IST

ચોમાસામાં ખુલ્લી મુકેલી ગટરો મોતને આમંત્રણ આપનારી બને છે. ત્યારે ગત બપોરે 2 કલાકની આસપાસ બીલીમોરાના વખારિયા બંદર વિસ્તારમાં એક બાળકી ગટરમાં ખાબકી હતી. ગટરના પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે તણાઈ ગઈ હતી. અને જેનો આજ રોજ લગભગ 1 વાગ્યાની આસપાસ મૃતદેહ મળ્યો છે., girl body found after 21 hours

NDRFના 20 જવાનોની ટુકડીએ  21 કલાક બાદ બાળકીના મૃતદેહને શોધ્યો
NDRFના 20 જવાનોની ટુકડીએ 21 કલાક બાદ બાળકીના મૃતદેહને શોધ્યો (Etv Bharat Gujarat)

NDRFના 20 જવાનોની ટુકડીએ 21 કલાક બાદ બાળકીના મૃતદેહને શોધ્યો (ETV Bharat Gujarat)

બીલીમોરા: ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો મોતને આમંત્રણ આપે એવી સ્થિતિ બને છે. ત્યારે બીલીમોરામાં પણ વખારિયા બંદર વિસ્તારમાં પાલિકાની લાપરવાહીને કારણે ખુલ્લી ગટર એક બાળકીના મોતનું કારણ બની છે. ગતરોજ બપોરે 2 વાગ્યાની આસપાસ રમતા રમતા શાહીન શેખ ભારે વરસાદમાં ખુલ્લી ગટરમાં પડી હતી. ગટરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકી તણાવવા લાગી હતી. અંદાજે બે થી અઢી ફૂટના ડાયામીટરના પાઇપમાંથી બાળકી ગટરમાંથી અંબિકા નદીમાં પહોંચી ગઈ હતી.

બાળકી ઘરે ન પહોંચતા પરિવાર બાળકીને શોધવા નીકળ્યો અને છેક સાંજે વિસ્તારના સીસીટીવી તપાસતા બાળકી ખુલ્લી ગટરમાં ડૂબી ગઈ હોવાનું જણાયું હતુ. ત્યારબાદ બીલીમોરા ફાયર તેમજ તંત્રની ટીમ બાળકીને શોધવા કામે લાગી હતી. પરંતુ બાળકી ગટરમાં તણાઈને વખારિયા બંદર નજીક અંબિકા નદીમાં પહોંચી ગઈ હોવાની સ્થિતિ જાણતા આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીનો મૃતદેહ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ ફાયર વિભાગને પણ સફળતા ન મળતા આખરે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની 20 જવાનોની ટુકડીને અંબિકા નદીના પટમાંમાં બાળકીના મૃતદેહને શોધવા માટે હવાલો સોંપવામાં આવ્યો હતો.

NDRFના 20 જવાનોની ટુકડીએ  21 કલાક બાદ બાળકીના મૃતદેહને શોધ્યો
NDRFના 20 જવાનોની ટુકડીએ 21 કલાક બાદ બાળકીના મૃતદેહને શોધ્યો (ETV Bharat Gujarat)

સમગ્ર ઘટના બન્યાને 22 કલાક વિત્યા બાદ વઘારીયા બંદર પાસે વાડીયા શિફ્ટ યાર્ડ ખાતેથી મૃતક બાળકીનું મૃતદેહ મળ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી હતી. પિતા અજીતે બાળકીના મૃતદેહ ઊંચકી ગળે લગાડી લીધો હતો. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે બીલીમોરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

ખુલ્લી ગટરને કારણે પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાના દુઃખ સાથે પરિવાર અને સ્થાનિકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે, ચોમાસામાં ખુલ્લી ગટરને જો બંધ કરવામાં આવી હોત અથવા કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ હોત તો માસુમનો જીવ બચી ગયો હોત.

મૃતક બાળકીના પરિજને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં વરસાદના સમયમાં પાણી ભરાય છે જેથી જે ગટર બનાવવામાં આવી હતી તેની ચેમ્બર યોગ્ય સમય બનાવવામાં આવી હોત તો અમારી દીકરીનો જીવ બચી ગયો હોત. આવનાર સમયમાં પણ પાલિકા આવી ખુલ્લી ગટરો અને પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય સમયે કરે તો અન્ય કોઈ જાનહાની થતા ટાળી શકાય છે.

પૂર્વ વિપક્ષે નેતા મલન કોલીએ જણાવ્યું હતું કે, બીલીમોરા નગરપાલિકા લાખો રૂપિયા પ્રી મોનસૂન કામગીરી પર ખર્ચે છે, પરંતુ જો યોગ્ય સમયની કામગીરી કરી હોત તો આ બાળકીનો જીવ બચાવી શક્યો હોત. આ ઘટના બીલીમોરા શહેર માટે અત્યંત દુઃખદાયક ઘટના છે.

  1. બીલીમોરામાં ખુલ્લા નાળામાં ડૂબી 6 વર્ષની બાળકી, 18 કલાક વિત્યા છતાં કોઈ પત્તો નહીં - girl drowned in a rainwater drain

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.