પોરબંદર: આગામી તારીખ 25 ઓગસ્ટથી પોરબંદરના ચોપાટી ખાતે ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આયોજીત જન્માષ્ટમીના પાંચ દિવસીય ભવ્ય લોકમેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે મેળા કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સંદિપ જાદવની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અપાયા હતા. અને સરકારે બનાવેલ sopના આધરે કામગીરી કરવામાં આવે છે કે નહીં તેની જાત તપાસ કરી હતી. તેમજ મેળામાં sopનું પાલન ન થતું હોવાના આક્ષેપ સૌરાષ્ટ્ર મેળા એસોસિએશનના ઉપપ્રમુખે લગાવ્યા હતા.
![જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-08-2024/gj-pbr-01-janmastmi-lokmela-story-1030_23082024150858_2308f_1724405938_887.jpg)
લોકમેળાની તડામાર તૈયારી શરુ: પોરબંદરમાં પાંચ દિવસના જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઇને વહીવટીતંત્ર અને નગરપાલિકાનું તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. મેળા કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સંદિપ જાદવની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે ઘૂઘવતા સમુદ્ર કિનારે આગામી તારીખ 25થી29 ઓગષ્ટ સુધી પાંચ દિવસનો સૌરાષ્ટ્રનો ખ્યાતનામ લોકમેળો દર વર્ષની જેમ આ વર્ષે યોજાનાર છે. આ લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર અને નગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
![જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-08-2024/gj-pbr-01-janmastmi-lokmela-story-1030_23082024150858_2308f_1724405938_325.jpg)
મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રમઝટ બોલાવશે: પોરબંદરના લોકમેળામાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 13 જેટલા સખી મંડળના સ્ટોલ ફાળવવામાં આવશે. 1 સાહસનો કૂવો(મોતનો કૂવો), 9 ચકડોળ, 172 રમકડાના સ્ટોલ, 7 મોટા ફૂડ સ્ટોલ, 103 અન્ય નાના-મોટા ફૂડ સ્ટોલ, સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટેના 15 સ્ટોલ અને બાળકોના મનોરંજન માટે 13 કિડ્સ ઝોન સ્ટોલ ફાળવવામાં આવશે. આ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સિક્યુરીટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને દરરોજ રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે.
![મેળા ગ્રાઉન્ડનું નિરીક્ષણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-08-2024/gj-pbr-01-janmastmi-lokmela-story-1030_23082024150858_2308f_1724405938_455.jpg)
જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે મેળા કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સંદિપ જાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની ટીમે મેળા ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચના આપી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
પ્રાંત અધિકારી સંદીપ જાદવે મેળાની તૈયારી બાબતે જણાવતા કહ્યું હતું કે મેળા કમિટીની ટીમ અત્યારે ગ્રાઉંડ ઉપર જે રાઇડ્સ લાગે છે તે માટેના નિયમો મુજબ કઈ રીતે પાલન થાય છે. જે જે પ્રકારના ટેસ્ટ કરવા સુચના આપેલ તે મુજબના ટેસ્ટ અત્યારે ચાલી રહ્યા છે. તે તપાસવા અમારા ઈન્જીનીયર અને ટેનિકલ ટીમ સાથે જ છે અને વ્યવસ્થિત કામ થાઈ તે માટે સતત પ્રયત્નશીલ છે. આ મારુ જે ફોર્મ આપેલ છે તે મુજબ ફાઉડેસન કરવાનું છે. 3
![પોરબંદરના લોકમેળાની તૈયારી શરુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-08-2024/gj-pbr-01-janmastmi-lokmela-story-1030_23082024150858_2308f_1724405938_1038.jpg)
જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ પ્રથમ ગ્રાઉન્ડનો એસ.પી.સી રિપોર્ટ કરાવેલ છે. આ રિપોર્ટના આધારે અમને એન્જીનીયર દ્વારા ફાઉડેસનના ડ્રોઈંગ રજૂ કરવામાં આવે છે, તે ફાઉડેસનની ચકાસણી કરી. અહિયાં પોરબંદરમાં પથ્થરાળ જમીન હોવાથી એન્કર ટાઈપનું અને ઓપન ટાઈપનું ફાઉડેસન કરવામાં આવશે. રાઇડ્સના ડ્રોઈંગમાં દર્શાવેલ લોકેશન લગાવવામાં આવશે. તેની ચકાસણી અમારા દ્વારા કરવા આવશે અને તે હાલ કરવાં આવી રહી છે.
![પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-08-2024/gj-pbr-01-janmastmi-lokmela-story-1030_23082024150858_2308f_1724405938_1068.jpg)
મેળામાં sopનું પાલન ન થતા હોવાનો આક્ષેપ: પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ ,જામનગરના લોક મેળામાં પણ સરકાર દ્વારા બહાર પાડવામા આવેલ sopનું પાલન ન કરવામાં આવતું હોય તેવા આક્ષેઓ સૌરાષ્ટ્ર મેળા એસોસિએશનના ઉપપ્રમુખ ઈદરીશ ખાન વકીલે જણાવ્યું હતું અને મુખ્યમંત્રીને પણ આ બાબતે મેલ દ્વારા આવેદન પાઠવાયું છે તેમ જણાવ્યું હતું.
પોરબંદરનો લોકમેળો યોજાનાર છે. ત્યારે પોરબંદર પોલીસ વિભાગના એસપી ભગીરથ સિંહ જાડેજાએ પ્રેસ કોંફરન્સ યોજી હતી અને જણાવ્યુ હતું કે પોલીસ વિભાગે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલગ અલગ ટીમ બનાવી છે. જેમાં ચોરી અને પિકપોકેટિંગ અને ચેન સ્નેચિંગ જેવા બનાવ ન બને તેમાટે અત્યારથી જ ફુટપાથ પર રહેતા તમામ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
ઉપરાંત છેડતીના બનાવ ન બને તેમાટે શી ટીમ પણ એક્ટિવ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ 9 અલગ સ્થળો પર પાર્કિગ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ચોરી તથા ખોવાયેલ બાળકો માટે રાવટી પણ વ્યવસ્થા કરાઈ છે જ્યાં ઓન ધ સ્પોટ ફરિયાદ લેવામાં આવશે. આ ઉપરાંત પોલીસે મેળામાં સતત પોલીસ બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી દ્વારા ચાંપતી નજર રાખશે. તેમ પોરબંદર એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું.