અમદાવાદ: વર્ષ 2047 માં ભારતના વિકાસમાં ટેકસ્ટાઈલ અને ગુજરાતનાં ફાળા અંગે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલ ટેક્સટાઈલ લીડર શિપ કોનકેલવ 2024માં ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજી આવૃત્તિમાં ટેક્સટાઈલ સેક્ટરમાં નવીનતમ શોધ સંશોધન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટેકસ્ટાઈલ એસોસિએશન ઓફ ઈન્ડીયાના પ્રમુખ અને અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા...
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમદાવાદમાં ટેક્સટાઈલ લીડર શિપ કોનકેલવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકસ્ટાઈલ એસોસિએશન ઓફ ઈન્ડીયાના પ્રમુખ અને અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ સહિત ગુજરાત ચેમ્બરના પ્રેસિડેન્ટ અજય પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર સહિત ચેમ્બરના તમામ કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ગુજરાતના 3 જેટલા સ્ટાર્ટ અપને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ તો ગુજરાતમાં કસ્તુરભાઈ લાલભાઈનાં ફાળા ટેક્સટાઈલન્ડસ્ટ્રીના પાયોનીયર તરીકે યાદ કરવામાં આવ્યા હતાં....
અમદાવાદમાં જે ટેક્સટાઇલ કોનકલેવ થયો એમાં એક નવું સ્ટાર્ટઅપ પ્રજા સામે આવી રહ્યું છે. અહીંયા એક એવી બનિયાન બનાવવામાં આવી છે કે, જેની અંદર માણસને હાર્ટબીટ રેકોર્ડ થઈ શકે અને એ આખો ડેટા જરૂર મુજબ ડોક્ટરને મોકલી શકાય,અત્યારે જે પ્રમાણે હૃદય રોગના કિસ્સા વધી રહ્યા છે તેની અંદર આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે ઇસીજી કરવામાં આવે છે ત્યારે એ દર્દીની પાંચ કે દસ મિનિટની જ હૃદયની ધડકન માપે છે.
જ્યારે આ બન્યામાં એવું મશીન મૂકવામાં આવ્યું છે જે હૃદયની ધડકન રેગ્યુલર માપતી રહે છે. અને આની અંદર સેન્સર મૂકવામાં આવ્યું છે. આનાથી ફાયદો એ થશે કે જે ડેટા ઇસીજીમાં નથી આવતો એ બધો ડેટા આની અંદર નોંધાઈ જશે. આ બનીયાનનો ફાયદો એ છે કે એ છે કે આમાં સેન્સર મૂકવામાં આવ્યું છે અને ડેટા નોંધતી રહેશે અને આ બધો ડેટા મોબાઈલ એપ્લિકેશનમાં જોઈ શકાશે અને આ બનિયનાને બજારમા આવતા દોઢ વર્ષ જેટલો સમય લાગશે.