અમદાવાદ: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ને તેની ઊર્જા પ્રત્યેની અસાધારણ પ્રતિબદ્ધતા માટે નવાજવામાં આવ્યું છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ખાતે સંરક્ષણ એવોર્ડ્સ 2024 (NECA 2024) માં સર્ટિફિકેટ ઓફ મેરિટ જીતીને SVPIA આગવી ઓળખ મેળવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર તે ભારતનું એકમાત્ર એરપોર્ટ છે.
હરિયાળા ભવિષ્ય તરફ આગેકૂચ
આ અંગે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. દ્વારા જાણકારી આપવામાં આવ્યા પ્રમા્ણે, SVPI એરપોર્ટની ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતા ઉર્જા સંરક્ષણથી આગળ વધે છે. કચરો ઘટાડવા, રિસાયક્લિંગ અને સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ સહિતની પર્યાવરણીય અસર ઘટાડવા એરપોર્ટ સક્રિય પહેલ કરી રહ્યું છે. નવીન તકનીકો અને ટકાઉ પ્રથાઓને અપનાવીને SVPI એરપોર્ટ ઉડ્ડયન ઉદ્યોગ માટે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. NECA 2024 એવોર્ડ હરિયાળા અને વધુ ટકાઉ ભાવિ માટે એરપોર્ટના સમર્પણનો પુરાવો છે.
ઊર્જા કાર્યક્ષમતા માટે બહુઆયામી અભિગમ
SVPI એરપોર્ટે ઊર્જા બચતનાં પગલાંની વ્યાપક શ્રેણી અમલમાં મૂકી છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી અદ્યતન સિસ્ટમો સ્થાપિત કરી ઓછા કાર્યક્ષમ ચિલર અને કૂલિંગ ટાવર્સને બદલ્યા છે. જેના પરિણામે ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
- ઑપ્ટિમાઇઝ્ડ એર કન્ડીશનીંગ: સેન્ટ્રલ ચિલર સિસ્ટમ્સ અને ઉર્જા-કાર્યક્ષમ વેરીએબલ રેફ્રિજરન્ટ વોલ્યુમ (VRV) એર કન્ડીશનીંગ સિસ્ટમ્સના અમલીકરણથી એરપોર્ટની હીટિંગ, વેન્ટિલેશન અને એર કંડિશનિંગ (HVAC) સિસ્ટમ્સના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે.
- રીઅલ-ટાઇમ ઉર્જા વપરાશનું મોનિટરીંગ અને ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્માર્ટ એરપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન તકનીકો અપનાવી છે.
- એરપોર્ટ પર જળ સંરક્ષણ માટે બાગાયત અને HVAC સિસ્ટમના ઉપયોગ સહિતના વિવિધ હેતુઓ માટે કાર્યક્ષમ એરેટર્સની સ્થાપના અને ગટરના પાણીને રિસાયક્લિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
- એરપોર્ટની કામગીરીમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશ SVPI એરપોર્ટની કાર્બન ફૂટપ્રિન્ટ અને અશ્મિભૂત ઈંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
- નિયમિત તાલીમ કાર્યક્રમો સાથે કર્મચારીઓને ઉર્જા-બચત પ્રથાઓ પર શિક્ષિત અને સશક્ત કરવા, ટકાઉપણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવે છે.
- ઊર્જા કાર્યક્ષમતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી સંસ્થાઓનું સન્માન કરતા NECA પુરસ્કાર ભારત સરકારના પાવર મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા એનાયત કરવામાં આવે છે.