ETV Bharat / state

હવે ગોબરમાંથી મળશે વધારાની આવક : સુઝુકી અને બનાસ ડેરીનો સંયુક્ત પ્રોજેક્ટ - Bio CNG Plant

બનાસ ડેરી અને જાપાનની કંપની સુઝુકી 250 કરોડથી વધુનું રોકાણ કરી એક ખાસ પ્રોજેક્ટ શરુ કરી રહ્યા છે. જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થશે. જાણો સમગ્ર વિગત...

સુઝુકી અને બનાસ ડેરીનો સંયુક્ત પ્રોજેક્ટ
સુઝુકી અને બનાસ ડેરીનો સંયુક્ત પ્રોજેક્ટ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 9:10 AM IST

ગાંધીનગર : ગુજરાત બાયો ફ્યુલ ક્ષેત્રમાં સતત હરણફાળ ભરી રહ્યું છે. બનાસ ડેરી અને જાપાનની દિગ્ગજ કંપની સુઝુકી બાયો CNG પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્લાન્ટમાં પશુના ગોબરમાંથી બાયો CNG ગેસ તૈયાર કરવામાં આવશે. આમ પશુપાલકોને દૂધની સાથે ગોબરમાંથી પણ કમાણી થશે.

હવે ગોબરમાંથી મળશે વધારાની આવક (ETV Bharat Reporter)

બાયો CNG પ્લાન્ટ : જાપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી સાથે મળીને બનાસ ડેરીમાં બાયો CNG પ્લાન્ટ શરૂ કરી રહ્યા છે. આગામી સમયમાં બનાસ જિલ્લામાં પાંચ નવા બાયો CNG પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ બાયો CNG પ્લાન્ટમાં દરરોજ પાંચ લાખ કિલો ગોબર પ્રોસેસ કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને દૂધ સિવાય ગોબરમાંથી વધારાની આવક મળશે.

ખેડૂતો માટે વધારાની આવક : સુઝુકી કંપની અને બનાસ ડેરી સંયુક્ત રીતે 250 કરોડથી પણ વધારાનું રોકાણ કરશે. તેનાથી ખેડૂતોને પશુપાલન સિવાય પણ વધારાની આવકનો ફાયદો થશે. CNG બાયોગેસ પ્લાન્ટના માધ્યમથી છેલ્લે વધેલા ગોબરનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે. જેથી પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે. બાયો CNG પ્લાન્ટની જાહેરાત બાદ ખેડૂતોમાં આવક માટે એક નવું આશાનું કિરણ જનમ્યું છે.

બાયો ડીઝલ અને ખાતર : આ બાયો સીએનજી પ્લાન્ટમાંથી બે મુખ્ય વસ્તુ બનશે. જેમાંથી એક બાયો CNG અને બીજું પ્રાકૃતિક ખાતર છે. પ્રાકૃતિક ખાતરના કારણે જમીનની ફળદ્રુપતા વધશે. તેમાંથી તૈયાર થયેલો ખોરાક અને અનાજ ઝેર મુક્ત થશે. બાયો CNG માંથી ગાડીઓ પણ ચાલી શકશે અને એન્વાયરમેન્ટને પણ ફાયદો થશે. ખાસ કરીને ગ્રીન એનર્જીનો કોન્સેપ્ટ સાકાર થશે.

  1. પશુપાલકોમાં આનંદનો માહોલ બનાસ ડેરીએ કર્યો 1852 કરોડનો ભાવ વધારો
  2. વડાપ્રધાન મોદીએ એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.