ETV Bharat / state

વઢવાણ APMCના ચેરમેન, વા.ચેરમેન અને ડિરેક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ, પોલીસ લાગી તપાસમાં - WADHWAN APMC CHEATING FRAUD

વઢવાણ APMCના ચેરમેન, વાઈસ ચેરમેન અને ડિરેક્ટર સહિત ત્રણ વ્યક્તિ સામે છેતરપીંડી અને હોદ્દાના દુરુપયોગ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જાણો સમગ્ર ઘટના...

વઢવાણ APMCમાં ત્રણ વ્યક્તિઓ વિરૂદ્દ ફરિયાદ નોંધાઈ
વઢવાણ APMCમાં ત્રણ વ્યક્તિઓ વિરૂદ્દ ફરિયાદ નોંધાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 6:25 PM IST

સુરેન્દ્રનગર: વઢવાણ APMCમાં છેતરપીંડી અને હોદ્દાના દુરુપયોગ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. APMCના ચેરમેન, વાઈસ ચેરમેન અને ડિરેક્ટર સહિત ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંંધવામાં આવી છે. APMCના રેકોર્ડ સાથે ચેંડા કરી હરાજી દરમિયાન શાકભાજીના ખાના પોતાના લાગતા વળગતા અને સગા સંબંધીઓને ફાળવી છેતરપિંડી કરી હતી. ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.

આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ: જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા 420 હેઠળ છેતરપિંડી અંગેનો વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. જ્યારે આ સમગ્ર મામલાને લઇ APMC ના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતનાઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે હજુ પણ વઢવાણ એપીએમસીમાં કૌભાંડો બહાર આવે તેવી એપીએમસીના રાજકારણમાં ફેલાઈ જવા પામ્યો છે.

આરોપીના નામો

  1. રામજીભાઈ ગોહિલ (ચેરમેન APMC)
  2. રાયમલભાઈ ચાવડા (વાઇસ ચેરમેન APMC)
  3. હરજીવનભાઈ પરમાર (ડિરેક્ટર APMC)

આ પણ વાંચો:

  1. અસામાજિક તત્વોએ ફરી અમદાવાદને માથે લીધું, 2 આરોપીઓની ધરપકડ
  2. તું મને કહ્યા વગર મજૂરીએ કેમ ગઇ !.. ડભોઇમાં પ્રેમી પર પ્રેમિકાની હત્યાનો આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.