સુરત : નકલીની બોલબાલા છે અને નકલીના નામે કેટલાક લોકો હજુ પણ ગોરખધંધા ચલાવે છે. સુરત SOG પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી 9 અને ડિંડોલી વિસ્તારમાંથી 8, એમ કુલ 16 જેટલા બોગસ MBBS ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયે તમામ લોકો અને કમ્પાઉન્ડર અલગ અલગ નકલી ડિગ્રીઓ સાથે પ્રેક્ટિસ કરતા હતા. તેમની પાસેથી અલગ અલગ દવાઓ સાથે ઇન્જેક્શન અને મેડિકલનો સામાન પણ મળી પણ આવ્યા હતા. હાલ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સુરત પોલીસની ઝુંબેશ : સુરત SOG પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી 9 અને ડિંડોલી વિસ્તારમાંથી 8 એમ કુલ 16 જેટલા બોગસ MBBS ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બાબતે સુરત SOG પોલીસ PI જે. ટી. સોનારાએ જણાવ્યું કે, આજરોજ SOG પોલીસ દ્વારા શહેરમાં બોગસ ડોક્ટર બની બેઠેલા અને લોકોના જીવન સાથે ચેડાં કરતા લોકોને પકડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમારી અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જે ટીમો દ્વારા શહેરના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં આવેલી ક્લિનિક ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
16 બોગસ ડોક્ટર ઝડપાયા : પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી કુલ 16 જેટલા બોગસ MBBS ડોક્ટરો મળી આવ્યા હતા. તેઓ પોતાનું ક્લિનિક ખોલી સારવાર માટે આવનારા દર્દીઓની કોઈપણ જાતની પ્રિસ્ક્રીપ્શન વગર દવા અને ઇન્જેક્શન આપતા હતા. પકડાયેલા તમામ બોગસ ડોક્ટરો આ પહેલા અન્ય કોઈ હોસ્પિટલમાં કામ કરી ત્યાંનું જ્ઞાન અને અનુભવ લઇ પોતે જ પોતાનું અલગ ક્લિનિક ખોલી બેસી ગયા હતા. લોકોના જીવ સાથે ચેડા કરતા પકડાયેલા ડોક્ટરો પાસેથી અલગ અલગ દવાઓ સાથે ઇન્જેક્શન અને મેડિકલના સામાન પણ મળી પણ આવ્યા હતા. હાલ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.