સુરતઃ ઉનાળામાં સૂરજનો પ્રકોપ વધી રહ્યો છે. લોકો ગરમીથી બચવા અવનવા ઉપાયો કરી રહ્યા છે. જેમાં ઘરની અંદર રહેવું, આઈસ્ક્રીમ અને કોલ્ડડ્રિંક્સ આરોગવા તેમજ સનગ્લાસ-કેપ-અમ્બ્રેલાનો ઉપયોગ કરવો. જો કે સુરતના કેટલાક લોકો સ્નોફોલની મુલાકાત લઈને ઉનાળાની ગરમીને માત આપી રહ્યા છે.
-5 ડીગ્રી જેટલું કૂલ એટમોસ્ફીયરઃ સુરતમાં 38 ડીગ્રીથી વધુ ગરમીને લીધે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. જો કે સુરતની અંદર જ સ્નોફોલની મજા ઉપલબ્ધ હોવાથી સુરતવાસીઓ ઉનાળામાં જ શિયાળો અનુભવી રહ્યા છે. આ સ્નોફોલમાં -5 ડીગ્રી જેટલું કૂલ એટમોસ્ફીયર મેન્ટેન કરવામાં આવે છે. તેથી મુલાકાતીઓ મનાલી અને કાશ્મીર જેવી ઠંડક અનુભવી રહ્યા છે. -5 ડીગ્રી ટેમ્પરેચરને લીધે મુલાકાતીઓ બરફ સાથે રમી શકે છે. સ્નોફોલમાં બાળકો માટે ખાસ આઈસ એક્ટિવિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની બાળકો ભરપૂર મજા માણી રહ્યા છે.
હું એરપોર્ટ ઉતર્યો ત્યારે બહાર ખૂબ જ ગરમી હતી. ચાલવું પણ મુશ્કેલ લાગતું હતું. અહીં આવીને મને લાગે છે કે હું લેહમાં પહોંચી ગયો છું. મેં લેહની મુલાકાત લીધી છે. લેહમાં જે એન્જોયમેન્ટ મળે છે તેના કરતા વધુ એન્જોયમેન્ટ મને અહીં મળી રહ્યું છે...ઈન્દ્રપાલસિંહ(મુલાકાતી, સ્નોફોલ, સુરત)
બહાર ભીષણ ગરમી છે. અમે ગરમીથી હેરાન થઈ ગયા હતા. અહીં આવીને લાગી રહ્યું છે કે હું હિલ સ્ટેશન પર આવી ગઈ છું. હું કોઈ બરફ વાળા કોઈ સ્થળે આવી ગઈ હોઉં તેવું લાગે છે. બાળકો પણ આનંદિત થઈ ગયા છે...આરજુ(મુલાકાતી, સ્નોફોલ, સુરત)
સુરતમાં ખૂબ જ ગરમી છે. સ્નોફોલમાં આવીને ખૂબ જ મજા આવી રહી છે. અમે 45 મિનિટથી અહીંયા છીએ. કાશ્મીર જવા કરતા અહીં મજા માણવી વધુ સુલભ છે. બાળકો માટે જે આઈસ એક્ટિવિટી બનાવવામાં આવી છે તે પણ ખૂબ જ સરસ છે બાળકો પણ અહીં મજા માંડી રહ્યા છે...તરુણ પટેલ(મુલાકાતી, સ્નોફોલ, સુરત)