ETV Bharat / state

સુરત પોલીસે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 53 બાળકોનું કર્યું રેસ્ક્યુ - Surat police rescued a 53 children - SURAT POLICE RESCUED A 53 CHILDREN

સુરત શહેરમાં પોલીસની જુદી-જુદી બ્રાન્ય તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 53 બાળકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું હતું., જાણો સંપુર્ણ માહિતી... Surat police rescued a 53 children

સુરત પોલીસે ભીખ માંગતા કુલ 53 બાળકોનું  રેસ્ક્યુ કર્યું
સુરત પોલીસે ભીખ માંગતા કુલ 53 બાળકોનું રેસ્ક્યુ કર્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 1:22 PM IST

સુરત પોલીસે ભીખ માંગતા કુલ 53 બાળકોનું રેસ્ક્યુ કર્યું (Etv Bharat Gujarat)

સુરત: ગુજરાતમાં ઘણા એવા વિસ્તારોમાં અત્યારે પણ બાળકો રોડ રસ્તા પર ભીખ માંગી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં ભિક્ષાવૃત્તિ અને સાફ સફાઈ કરી ભીખ માંગતા 40 બાળકોને એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે રેસ્ક્યુ કર્યા હતા. સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરાવામાં આવ્યું હતું. આ દરમિયાન ગતરોજ વધુ 13 બાળકોને રેસ્ક્યુ કરાયા હતા.

53 બાળકોનું રેસ્કયું કરાયું: રેસ્કયું કરાયેલ બાળકોમાં 6 વર્ષથી લઇ 12 વર્ષ સુધીના 33 અને એક વર્ષથી લઇ 6 વર્ષના 7 બાળકો મળ્યા હતા. જ્યારે 35 બાળકો માતા-પિતા સાથે રહેતા હતા અને 4 બાળકો અનાથ છે. જેમાં ગુજરાતના 23, બિહારના 10, મહારાષ્ટ્રના 5 અને રાજસ્થાનના 2 બાળકો છે. 40 બાળકો પૈકી 19 છોકરા અને 21 બાળકીઓ છે. પોલીસે જે બાળકોને રેસ્કયુ કર્યા તેમને તેમના જ વાલીઓ, પરિચિતો શહેરની ગલીઓ તેમજ ટ્રાફિક સિગન્લ પર ભીખ મંગાવતા હતા. આ બાળકોને રેસ્ક્યુ કરીને ચાઇલ્ડ વેલ્ફર કમિટીને સોંપ્યા હતા. આ બાળકોને રેસ્ક્યુ કરવા માટે પોલીસે 30 ટીમો બનાવી કામગીરી પાર પાડી હતી.

સુરત પોલીસનો આદેશ: સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી. ગતરોજ અન્ય વધુ 13 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 53 બાળકને રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. બાળકો સાથે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેમના વાલીઓથી અલગથી પૂછપરછ હાથ ધરાઈ છે. જેથી પોલીસ બંને નિવેદન અંગે ક્રોસ વેરિફિકેશન કરી શકે. આ સાથે ચાઈલ્ડ કમિશનને પણ આ અંગે જાણ કરાઈ છે. ચાર બાળકો અનાથ છે, જ્યારે અન્ય બાળકોના માતા-પિતા કોણ છે, તે જાણવા માટે ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.

  1. બોગસ ડોક્ટર ઝડપાયો, એસઓજીની ટીમે દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો - a fake doctor in Rajkot
  2. ઓલપાડમાંથી દુબઈ સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રેકેટ ઝડપાયુ, વધુ બેની ધરપકડ - international cyber crime in surat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.