ETV Bharat / state

સુરતમાં સ્કૂલ રિક્ષાચાલકે 4 વર્ષની બાળા પર ગુજાર્યું દુષ્કર્મઃ બાળકીના હાથ કરડી ખાધા - Surat Crime News - SURAT CRIME NEWS

એક વિશ્વાસથી માતાપિતા બાળકોને સ્કૂલ રિક્ષા કે સ્કૂલ વાનમાં મોકલતા હોય છે. રોજી રોટીના ચક્કરમાં માતા-પિતાને મજબુરીમાં બાળકને અન્ય વ્યક્તિના હવાલે કરવાનું થતું હોય છે ત્યારે આવા નરાધમોના કૃત્યો અન્યોની પણ છાપ બગાડતા હોય છે. પેરેન્ટ્સને હચમચાવી દેતી સુરતની ઘટના...

સુરત પોલીસે ઝડપ્યો આરોપી
સુરત પોલીસે ઝડપ્યો આરોપી (Etv Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 8:28 PM IST

Updated : Aug 10, 2024, 11:18 PM IST

સુરતઃ હવસનો કીડો જ્યારે બદમાશોના મગજમાં ચડે ત્યારે તેઓ ભાન ભૂલી જાય છે તે શું કરવા બેઠા છે અને ન કરવાનું કૃત્ય કરી બેસે છે. ત્યારે આવું જ વધુ એક કૃત્ય સામે આવું છે જે સાંભળી કોઈપણ હચમચી જાય છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતો એક રિક્ષા ચાલક ખટોદરા વિસ્તારની માંત્ર ચાર વર્ષની બાળાને ઝાડી ઝાંખરામાં લઇ જઇને પીંખી નાખી પોતાની હવસ સંતોષી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. રિક્ષા ચાલકને કરેલા કૃત્યની જાણ બાળાએ પોતાના માતા પોતાને કરતા માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પોલિસને જાણ કરી હતી. પોલીસે હાલ રિક્ષા ચાલકને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિક્ષાચાલકે 4 વર્ષની બાળા પર ગુજાર્યું દુષ્કર્મ (Etv Bharat Reporter)

બાળકીને સ્કૂલે લેવા-મુકવા જતો હતોઃ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભટાર આઝાદનગરમાં રહેતો રિક્ષાચાલક મુત્તલીબ શેખ રોજ સુરતના એક વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકીને ઘરેથી સ્કૂલે મૂકવા અને લેવા માટે જતો હતો. દરમિયાન છેલ્લા દોઢેક માસથી રિક્ષાચાલક મુત્તલીબે આ બાળકીનું શોષણ શરૂ કર્યું હતું. બાળકીના શરીર પર હાથ ફેરવીને આ હવસી રિક્ષાચાલક પોતાની વાસના સંતોષતો હતો. એમાં પણ ગઈકાલે સ્કૂલેથી નીકળ્યા બાદ મુત્તલીબ બાળકીને ઘરે લઈ જવાને બદલે ઝાંડી ઝાંખરામાં લઈ ગયો હતો અને તેની પર હવસ સંતોષી હતી.

બાળકીના હાથ કરડી ખાધાઃ બાળકી જ્યારે ઘરે આવી ત્યારે તેના હાથમાંથી લોહી નીકળતું જોતાં માતા-પિતાએ પૂછપરછ કરી અને ત્યારે ખબર પડી કે નરાધમ રિક્ષાચાલક મુત્તલીબે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ ચાર વર્ષની બાળકીના હાથ પણ કરડી ખાધા હતા. જ્યારે બાળકીએ કહ્યું કે ‘ચાચા મેરે સાથે ગંદા કામ કરતે હૈ, અબ મેં રિક્ષા મેં નહીં જાઉંગી' ત્યારે ચોંકી ઊઠેલાં માતા-પિતા ખટોદરા પોલીસ મથકે દોડી ગયાં હતાં અને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે પણ તાત્કાલિક રિક્ષાચાલકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મુત્તલીબની પત્ની પણ બોલાવી તેના કૃત્યની જાણ કરી હતી. પોલીસે મુત્તલીબને કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

નર્સરીમાં ભણતી બાળાને રોજ અડપલાં કરતોઃ નરાધમ રિક્ષાચાલક મુત્તલીબ છેલ્લા એક માસથી બાળકીને સ્કૂલેથી છૂટ્યા બાદ એકાંતમાં ઝાડી-ઝાંખરાવાળી જગ્યા પર લઈ જઈ અડલપાં અને ગંદી હરકતો કરતો હતો. નર્સરીમાં જતી વખતે આ બાળકી વીસેક મિનિટ જેટલી એકલી પડતી હતી. આ વખતે રિક્ષા ચાલક મુત્તલીબ તેની સાથે અડપલાં કરતો હતો. નરાધમ મુત્તલીબ આધેડ વયનો છે અને તે પણ એક દીકરી અને બે દીકરાનો પિતા છે. ત્રણ-ત્રણ સંતાનો અને એમાં પણ એક દીકરીનો બાપ હોવા છતાં પણ મુત્તલીબ વાસનામાં અંધ બન્યો હતો.

અન્ય બાળકોના પેરેન્ટ્સને પણ પોલીસે બોલાવ્યાઃ નરાધમ એક બાળકી સહિત ત્રણ સંતાનનો પિતા મુત્તલીબની રિક્ષામાં આશરે 40 જેટલાં નાનાં ભૂલકાં સ્કૂલમાં અપડાઉન કરતાં હતાં. એમાં પણ 10 તો બાળકી જ હતી. ખુદ મુત્તલીબ પણ એક બાળકી અને બે બાળકનો પિતા છે, પરંતુ તેમ છતાં પણ આ નરાધમે હીનકૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. હવસખોર રિક્ષાચાલક સાથે સંખ્યાબંધ બાળકો અપડાઉન કરતા હતા. એમાં તમામ બાળકો ખૂબ ઓછી ઉંમરના છે, તેથી અન્ય બાળકો સાથે પણ મુત્તલીબે અડપલાં કર્યાં હોવાની પોલીસને શંકા છે. પોલીસે મુત્તલીબની રિક્ષામાં અપડાઉન કરતાં તમામ બાળકોના વાલીઓને બોલાવીને પૂછપરછ શરૂ કરી છે. આ સાથે ખટોદરા પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુત્તલીબ શેખની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Last Updated : Aug 10, 2024, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.