ETV Bharat / state

વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસનું અભિયાન, પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન - Campaign Against Usury - CAMPAIGN AGAINST USURY

સુરત શહેર પોલીસ શહેરના લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે છેલ્લા બે વર્ષથી વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ઝોન 4 વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોક દરબારનું આયોજન
લોક દરબારનું આયોજન (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 10:13 PM IST

વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસનું અભિયાન (ETV Bharat Reporter)

સુરત : લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ઝોન 4 હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકો માટે પોલીસ હેડ ક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જનતા માટે લોક દરબાર : સુરતના પોલીસ હેડ ક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે ઝોન 4 હેઠળ આવતા અઠવા, ઉધના, ખટોદરા, પાંડેસરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરોથી પીડિત લોકોએ પોતાની વેદન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સામે રજૂ કરી હતી. પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પોલીસ અધિકારીને આદેશ આપવામાં આવ્યા હતા.

વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન : વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સુરત શહેર પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોની રજુઆત સાંભળીને તાત્કાલિક સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે, અત્યાર સુધીમાં લોક દરબાર હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે 12 ગુના દાખલ કર્યા છે. આગામી દિવસોમાં તમામ 6 ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવશે.

ફેંસલા ઓન ધ સ્પોટ : સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ કે, જ્યારે વ્યક્તિ કોઈ હોસ્પિટલ, શિક્ષણ કે પછી અન્ય મજબૂરીમાં ફસાય, ત્યારે તે વ્યાજે રૂપિયા લેતા હોય છે. પરંતુ ઘણા વ્યાજખોરો લોકો પાસેથી નિયમ વિરુદ્ધ જઈને વધારે વ્યાજની વસુલાત કરતા હોય છે. આના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરાવવા માટે સુરત પોલીસ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વ્યાજખોરોને ચેતવણી : નાનામાં નાની રકમ જો કોઈ વ્યાજે લીધી હોય અને તેઓને પરેશાની થતી હોય તો તે વ્યક્તિ પણ પોલીસને રજૂઆત કરી શકે છે. પોલીસ આવા વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત તેમને વ્યાજખોરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મુશ્કેલીમાં ફસાયેલા લોકોને વ્યાજે રૂપિયા આપીને નિયમ વિરુદ્ધ જઈને વધારે વ્યાજ વસૂલ કરશો તો આવા વ્યાજખોરોને કાયદાના દંડા પડશે.

  1. રાજકોટ પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો, વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવાશે
  2. સુરતના અલથાણમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજ્યો,લોકોની સમસ્યાઓ સાંભળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.